کتاب کے بارے میں

حضرت پیر مشائخ رحمتہ اللہ علیہ ( ۱۰۲۰ -۱۱۰۲) نے ”مومن برادری “ میں اخلاقی بگاڑ کی اصلاح کی اور ان کو راہ راست پر لانے کی جد جہد کی ، عقیدہ توحید کو عام کیا، شرک و بدعات اور جاہلانہ رسم ورواج کا سد باب کیا اور اسلامی تعلیمات کو اپنانے کی پوری جرأت و ہمت کے ساتھ دعوت دی۔

حضرت پیر مشائخ رحمۃ اللہ علیہ نے اپنے ’’دیوان مشائخ میں ناخواندہ قوم کو ان کی دینی ضروریات سے واقف کرانے کی کوشش کی ہے ، جس میں آپ نے سیرت النبی صلی اللہ علیہ وسلم ، خلفاء راشدین کے مناقب وفضائل، عقائد وعبادات، وضو، نماز ، روزہ ، حج ، زکوۃ، وغیرہ کے مسائل کو آسان اور سادہ زبان میں بیان کیا ہے ، اور بنیادی دینی تعلیم کی طرف متوجہ کیا ہے اور شرک وبدعات سے بچنے ، توحید خالص اور دین پر عمل کرنے کی تلقین کی ہے ۔

 

પુસ્તક વિશે


હઝરત પીર મશાઇખ (રહ.)ની લખેલી બોડીયા અક્ષરો વાળી કિતાબ દીવાને મશાઇખ નો સારાંશ ઉર્દુ અને ગુજરાતી તરજુમા સાથે


હઝરત પીર મશાઇખ (રહ.) (૧૦૬૦ હિ-૧૧૦૨ હિ)એ “મોમિન સમુદાય"માં નૈતિક ખરાબીની સુધારણા કરી અને તેમને સાચા માર્ગે લાવવાનો પ્રયત્ન કર્યો, એકેશ્વરવાદની માન્યતાનો પ્રસાર કર્યો, શિર્ક, બિદઅત અને અજ્ઞાનતાભર્યા કુરિવાજોનું નિવારણ કર્યું અને સંપૂર્ણ હિંમત સાથે ઇસ્લામિક ઉપદેશોને અપનાવવાનું આમંત્રણ આપ્યું


હઝરત પીર મશાઇખ (રહ.)એ પોતાના પુસ્તક “દીવાને મશાઇખ”માં અભણ લોકોને દીનની જરૂરી હ વાતોથી વાકેફ કરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં તેમણે પયગંબર (સ.અ.વ.)નું જીવન, ખુલફાએ રાશિદીનનો મહિમા, અકીદા તથા ઇબાદતો, વુઝૂ, નમાઝ, રોજા, ઝકાત વગેરે બાબતોનો બિલકુલ સરળ ભાષામાં ઉલ્લેખ કર્યો છે, અને દીનની મૂળભૂત તાલીમ તરફ ધ્યાન દોર્યું છે અને તેમને શિર્ક તેમજ બિદઅતોથી દૂર રહેવા, શુદ્ધ એકેશ્વરવાદ અને ધર્મનું પાલન કરવાની સલાહ આપી છે

 

દીબાચો

(હઝરત મૌલાના સૈયદ)મુહમ્મદ રાબિઅ હસની નદવી

નાઝિમ નદ્વતુલ ઉલમા લખનૌ

ગુજરાત શૈક્ષણિક, સાહિત્યિક અને ધાર્મિક રીતે ન કેવળ ફળદ્રુપ પ્રદેશ છે;બલ્કે તે આ ઉપખંડમાં મુસ્લિમોના આગમનનો દ્વાર પણ બન્યું, જેમ કે બયાન કરવામાં આવે છે કે આ ઉપખંડ સાથે મુસ્લિમો; બલ્કે અરબોનો સંબંધ આ જ ભૂમિથી શરૂ થયો અને મુસ્લિમોનો પ્રથમ કાફલો અહીંના જ સમુદ્રતટ પર પહોંચ્યો, જે તરફ પ્રારંભિક સદીઓથી જ મુસ્લિમોની નજર રહી અને આ જ ભૂમિ અરબો તેમજ હિજાઝે મુકદ્દસ સાથે હિંદુસ્તાનના સંબંધનું પ્રારંભિક બિંદુ બન્યું અને હઝરત ઉમર બિન ખત્તાબ (ર.અ.)ના ખિલાફત-કાળમાં જ અરબ ગુજરાતના સાહિલો પર પહોંચી ગયા હતા.

 

مقدمہ

حضرت مولانا سید  محمد رابع
   ناظم ندوۃ العلماء لکھنوحسنی ندوی
گجرات علمی، ادبی اور دینی لحاظ سے نہ صرف یہ کہ زرخیز علاقہ ہے؛ بلکہ مسلمانوں کی اس برصغیر میں آمد کا دروازہ بھی بنا، جیسا کہ ذکر کیا جاتا ہے کہ مسلمانوں؛ بلکہ عربوں کا اس برصغیر سے تعلق اسی سرزمین سے شروع ہوا اور مسلمانوں کی پہلی کھیپ یہیں کے ساحلوں پر پہنچی،جس کی طرف قرون اولیٰ سے مسلمانوں کی توجہ رہی اور اسی سرزمین سے ہندوستان کا عربوں سے؛ بلکہ حجاز مقدس سے تعلق کا نقطۂ آغاز ہوا اور حضرت عمر بن خطاب رضی اﷲ عنہ کے عہد خلافت ہی میں عربوں نے سواحل گجرات پر قدم رکھاتھا۔

પ્રસ્તાવના

આજથી લગભગ ત્રણ સદીઓ પહેલાં ગુજરાતમાં આબાદ “મોમિન સમુદાય” (અહીં મોમિનનો અર્થ ઈમાનવાળા છે, કોઈ વ્યવસાય તરફ નિસ્બત નથી, તેમને ગુર્જરી ભાષામાં મોમના કહેવાય છે)ની નૈતિક, ધાર્મિક અને શૈક્ષણિક પરિસ્થિતિ કંઈક આ પ્રમાણે હતી કે પૂરી કોમ સામાન્યપણે અજ્ઞાનતાથી ગ્રસ્ત હતી, જૂઠા અને તથાકથિત પીરોનું વર્ચસ્વ હતું, શિર્ક, બિદઅતો તેમજ કુરિવાજોનું જાહેર પ્રચલન હતું, જેના વિરુદ્ધ બોલવું સામાજિક અને નૈતિક ગુનો હતો, અને કંઈક વખત આવા માણસને વિદ્રોહી અને દુશ્મન સમજીને સામાજિક બહિષ્કારની કડવી મજા ચખાડવામાં આવતી હતી, આવી અવર્ણનીય પરિસ્થિતિમાં અલ્લાહ તઆલાએ ગુજરાતના અમુક વિસ્તારોમાં સમાજ-સુધારાના પરિવર્તન માટે મહાન સમાજ-સુધારક હઝરત પીર મશાઇખ (રહ.) (૧૦૬૦ હિ-૧૧૦૨ હિ)ને કરમનું વાદળ બનાવીને મોકલ્યા, તે સમયે ઔરંગઝેબ આલમગીર (રહ.)નો શાસનકાળ હતો.

મુહમ્મદ યાસીન કાકોશી મઝાહિરી

ખાદિમ દારુલ ઉલૂમ જામિઆ નઝિરીયા કાકોશી

پیش لفظ
آج سے تقریباً تین صدی پہلے گجرات میں بود و باش رکھنے والی” مومن برادری“(مومن سے مراد ایمان والے ہیں،کسی پیشہ کی طرف منسوب نہیں ہے، ان کو گوجری میں مومنہ کہا جاتا تھا) کی اخلاقی، دینی و علمی حالت کچھ اس طرح تھی کہ پوری قوم میں جہالت و ناخواندگی عام تھی ، جھوٹے اور نام نہاد پیروں کا تسلط تھا ، شرک و بدعات ، رسوم و رواجات کا عام چلن تھا، جس کے خلاف بولنا اور آواز اٹھانا قومی اور اخلاقی جرم تھا ، اور بسا اوقات ایسے آدمی کو باغی اور دشمن سمجھ کر معاشرتی بائیکاٹ کا تلخ اور کڑوا مزہ چکھایا جاتا ، ایسے ناگفتہ بہ حالات میں الله تعالیٰ نے گجرات کے بعض اَضلاع میں اصلاحی انقلاب کے لئے مُصلحِ اعظم حضرت پیرمشائخ رحمۃ اللہ علیہ ( ۱۰۶۰ ھ – ۱۱۰۲ ھ ) کو ابرِ کرم بنا کر بھیجا، اُس وقت مغل بادشاہ حضرت اور نگ زیب عالمگیر رحمۃ اللہ علیہ کا دور تھا۔
 محمد یٰسین کاکوسی مظاہری
  خادم  دار العلوم جامعہ نذیریہ کاکوسی

અભિપ્રાય

હઝરત પીર મશાઇખ (રહ.) (૧૦૬૦ હિ-૧૧૦૨ હિ)એ મોમિન સમુદાયના સુધારા માટે શક્ય તેટલા પ્રયત્નો કર્યા હતા, ક્યારેક ઉપદેશો તથા શિક્ષણ દ્વારા, અને ક્યારેક ભાષણો તથા લખાણો  દ્વારા. તેમણે આ સંદર્ભે ઘણાં પુસ્તકો લખ્યાં, તે પૈકી પ્રખ્યાત અને અજોડ પુસ્તક "દીવાને મશાઇખ" છે, જેમાં ધાર્મિક જરૂરિયાતો અને ધાર્મિક જ્ઞાનનો સંપૂર્ણ ઉલ્લેખ છે. તેઓ પોતે લખે છે:

        "હું એવો દીવાન લખવા માંગુ છું કે તેનાથી મારા શિષ્યોની આશાઓ પૂરી થાય, દીનની સંપૂર્ણ વાસ્તવિકતા તેમને એમાં જ મળી જાય અને તેના સિવાય અન્ય કોઈની જરૂરત બાકી ન રહે."

(હઝરત મુફ્તી) મુહમ્મદ અમીન (સાહેબ) પાલનપુરી

ખાદિમે હદીષ વ ફિકહ વ તરતીબે ફતાવા દારુલ ઉલૂમ દેવબંદ

 

 تقریظ

حضرت پیر مشائخ رحمۃ اللہ علیہ (ولادت: ۱۰۶۰ھ-وفات: ۱۱۰۲ھ) نے "مومن برادری" کی اصلاح کے لئے ہر ممکن کوشش کی تھی، کبھی وعظ و نصیحت اور تعلیم و تربیت کے ذریعہ اور کبھی تقریر و تحریر اور تصنیف و تالیف کے ذریعہ، اس سلسلے میں آپ نے کئی کتابیں تصنیف فرمائیں، جن میں مشہور و ممتاز کتاب "دیوانِ مشائخ" ہے ،جس میں دینی ضروریات اور دینی تعلیمات کا بھر پور تذکرہ ہے ، خود لکھتے ہیں
میں ایسا  دیوان لکھنا چاہتا ہوں کہ اس سے میرے مریدوں کی امیدیں پوری ہوں، دین کی پوری حقیقت ان کو اسی میں مل جائے، اس کے علاوہ کی ضرورت ہی نہ رہے۔
            (حضرت  مفتی)محمد امین(صاحب) پالنپوری
خادم حدیث و فقہ و ترتیب فتاوی دار العلوم دیوبند

અભિપ્રાય

અમારો આ વિસ્તાર કહેવાનો પાલનપુર છે પરંતુ વિવિધ જિલ્લાઓ ધરાવે છે જેમાં વિવિધ સમુદાયો વસે છે ખાસ કરીને મોમિન કોમ જે પોતાના વિશિષ્ટ ગુણોના કારણે અગ્રિમ સ્થાન ધરાવે છે, મહાન ધર્મ પ્રચારક પીર કબીરુદ્દીન (રહ.)ના પ્રયાસોથી ઈમાન લાવી, સમય જતાં ફરી પાછો અજ્ઞાનતાના કાદવમાં ફસાઈ ગઈ, અલ્લાહ તઆલાએ કૃપા કરી અને હઝરત પીર મશાઇખ (રહ.)ના રૂપમાં એક નવીનીકરણ-કર્તાને મોકલ્યા જેમણે શરઈ જ્ઞાનને ગુર્જરી ભાષામાં ભાષાંતર કરીને લોકોને સમજાવ્યા, પરિણામે દીવાને મશાઇખને મોમિન કોમમાં સંદર્ભનો દરજ્જો પ્રાપ્ત થયો અને બાદના સુધારકો માટે દીવાને મશાઇખ સ્વર્ણિમ અને મહત્ત્વપૂર્ણ કડી સિદ્ધ થયું

(મૌલાના) અબ્દુલ કૂદ્દૂસ (સાહેબ નદવી) ઉફિય અન્હુ પાલનપુરી

 

تقریظ

ہمارا علاقہ پالن پور جو کہنے کو پالن پور ہے لیکن مختلف اضلاع پرمشتمل ہے جہاں مختلف قومیں آباد ہیں بالخصوص مومن قوم جو اپنے امتیازی اوصاف کی وجہ سے نمایاں حیثیت رکھتی ہے داعی کبیر پیر کبیر الدین رحمۃ اللہ علیہ کی محنت سے ایمان لائی، لیکن مرور ایام کی وجہ سے پھر جہالت کے دلدل میں ڈوب گئی اللہ تعالی نے رحم فرمایا اور پیر مشائخؒ کی شکل میں ایک مجدد کو بھیجا جس نے دیوان مشائخ میں شریعت کے علوم کو گجری زبان میں منتقل کرکے لوگوں کو سمجھایا، نتیجہ یہ ہوا کہ دیوان مشائخ کو مومن قوم کے نزدیک سند کا درجہ حاصل ہوا اور بعد کے مصلحین کے لئے دیوان مشائخ طلائی زنجیر اور ایک اہم کڑی ثابت ہوا
 (مولانا)عبد القدوس (صاحب ندوی) عفی عنہ پالن پوری

અભિપ્રાય

સૃષ્ટિના સર્જનહારે હંમેશાં પોતાના બંદાઓ માટે શારીરિક અને આધ્યાત્મિક કેળવણીની વ્યવસ્થા ફરમાવી છે, દરેક યુગમાં પયગંબરો અને તેમના અનુગામીઓએ દિશાસૂચક સિતારાની જેમ ભૂમિ તથા સમુદ્રમાં માર્ગ બતાવ્યો છે. અલ્લાહના આ તૌફીક પામેલ બંદાઓએ માર્ગદર્શક નીરદ બનીને હૃદયની મૃત ભૂમિને પુનર્જીવિત કરી ફળદ્રુપ બનાવી છે. ભારતની ધરતી પણ દરેક યુગમાં શરિયત અને તરીકતનો માર્ગ સૂચવતા પવિત્ર અસ્તિત્વથી આબાદ રહી છે. હદીષ-શાસ્ત્રીઓ, ઇસ્લામિક ધારાશાસ્ત્રીઓ અને મશાઇખોએ આ દેશને સારી રીતે ઉછેર્યો છે, જેનું સૌંદર્ય દરેક યુગમાં જોવા મળી છે.

(મૌલાના) સનાઉલ્લાહ (સાહેબ) રસૂલપુરી

ખાદિમુલ હદીષ દારુલ ઉલૂમ છાપી

 

 تقریظ

 رب کائنات نے  ہمیشہ اپنے بندوں کی جسمانی وروحانی تربیت کا نظام جاری فرمایا ہے ، انبیائے کرام علیہم الصلوات والتسلیمات اور ان کے وارثین نے ہر دور میں نجوم ہدایت بن کر خشکی اور تری میں راہیں دکھائیں ہیں، اللہ کے ان با تو فیق بندوں نے سحاب ہدایت بن کر دلوں کی مردہ زمینوں کو زندہ کر کے سبزہ زار بنایا ہے۔ سر زمین ہند بھی ہر دور میں ہادیان شریعت و طریقت کے وجود مسعود سے معمور رہی ہے۔ محدثین، فقہاء اور مشائخ تصوف نے اس ملک کی خوب آبیاری فرمائی ہے، جس کی بہار ہر دور میں دیکھی گئی ہے۔
مولاناثناء اللہ (صاحب) رسولپوری
                            خادم الحدیث دار العلوم چھاپی

ગૂર્જરી ભાષાના એક અતિમૂલ્યવાન ગ્રંથ સારાંશ દીવાને મશાઇખ ના પ્રકાશન ટાણે અભિપ્રાય

હઝરત પીર મશાઇખ (રહ.)નું મહાન ક્રાંતિકારી કાર્ય એ છે કે આપે પોતાના યુગમાં એવા વિકટ સંજોગોમાં ગૂર્જરી ભાષામાં ઇસ્લામી સાહિત્યનો મૂલ્યવાન ખજાનો તૈયાર કર્યો, જ્યારે ગુજરાતમાં ઇસ્લામના અનુયાયીઓની વિશાળ સંખ્યામાં હોવા છતાં સામાન્ય લોકોની બોલી એવી ગૂર્જરી ભાષા ઇસ્લામી સાહિત્યથી વંચિત હતી. માત્ર આટલું જ નહીં, જ્યારે આપે ગહન નિરીક્ષણ કર્યું કે અહીંના સામાન્ય રહીશો પ્રાચીન ધાર્મિક તેમજ ગ્રામીણ સંસ્કૃતિના વ્યાપક પ્રભાવ હેઠળ કાવ્ય અને રાગ પ્રત્યે ગાઢ પ્રેમ ધરાવતા હતા, તો આપે સામાન્ય લોકોની ગૂર્જરી બોલીમાં કાવ્યમય ઇસ્લામી સાહિત્યની રચના કરીને તબલીગ અને સમાજ-સુધરણાના એ પયગંબરી સિદ્ધાંત પર અમલનો નમૂનો પ્રસ્તુત કર્યો કે ‘વમા અરસલના મિર્રસૂલિન ઇલ્લા બિલિસાનિ કવ્યિહી. (અમે દરેક પયગંબરને તેમની કોમની ભાષામાં જ સંદેશ લઈને મોકલ્યા.)

મૌલવી ઇકબાલ બોકડા

 દારૂલ ઉલૂમ, ગોધરા

 

گوجری زبان کی ایک گراں قدرکتاب "خلاصۂ مضامین دیوان مشائخ" کی اشاعت پر کلماتِ تہنیت
حضرت پیر مشائخ رحمۃ اللہ علیہ کا عظیم انقلابی کارنامہ یہ ہےکہ آپ نے اپنے  دور میں ایسے حالات میں گوجری زبان میں اسلامی ادب کا  گراں قدر ذخیرہ تیار کیا جب گجرات میں پیروکاران اسلام کی وسیع آبادی ہونے کے باوجود عوامی گوجری زبان اسلامی کتابوں سے محروم تھی۔ صرف اتنا ہی نہیں ، بلکہ جب آپ نے مشاہدہ کیا کہ یہاں کے عوام قدیم مذہبی و دیہی ثقافت کے زیر اثر نغمہ و راگ کے دلدادہ ہیں ، تو آپ نے عوامی زبان میں منظوم اسلامی لٹریچر تخلیق فرما کر فریضۂ اصلاح و تبلیغ  "وما ارسلنا من رسول الا بلسان قومہ  "(ہم نے ہر رسول کو اس کی قوم کی زبان میں ہی پیغام لے کر بھیجا) کے پیغمبرانہ اصول پر عمل پیرا ہوئے ۔
مولوی اقبال بوکڑا
دار العلوم، گودھرا

પ્રાર્થનાવચન

મૌલાના યાસીન સાહેબ કાકોશી (ઝીદ મજ્દુહૂ)એ મને "દીવાને મશાઇખ" પર કંઈક લખવાનું કહ્યું, તેથી મેં આ પુસ્તકનો અભ્યાસ કર્યો, આ ખૂબ જ ઉપયોગી પુસ્તક છે. તે સહિત મેં હઝરત મૌલાના મુહમ્મદ રાબિઅ સાહેબ (રહ.)નો દીબાચો પણ વાંચ્યો, જેનાથી મને વધુ અંતરદૃષ્ટિ પ્રાપ્ત થઈ અને શીખ પણ મળી, હવે તે ઉપરાંત વધુ કંઈ લખવાની જરૂર નથી, કેમ કે સ્ફુટ વાતને વર્ણનની કોઈ આવશ્યકતા નથી.

            હા, અલ્લાહ તઆલા આ કિતાબને સર્વજનો માટે ઉપયોગી અને લાભદાયી બનાવે એવી દુઆ ચોક્કસ છે.  આમીન યા રબ્બલ આલમીન

(હઝરત મૌલાના) મુહમ્મદ કમરુઝ્ઝમા (સાહેબ) ઇલાહાબાદી

દારુલ મઆરિફિલ ઇસ્લામિયા               

કરેલી, ઇલાહાબાદ                           

 

دعائیہ کلمات
مولانا یاسین صاحب کاکوسی زید مجدہ نے "دیوان مشائخ" پر کچھ لکھنے کے لئے فرمایا تو میں نے اس کتاب کا مطالعہ کیا ،بہت ہی مفید کتاب ہے۔ ساتھ ہی حضرت مولانا محمد رابع صاحب رحمۃ اللہ علیہ کا مقدمہ بھی پڑھا جس سے مزید بصیرت ہوئی اور نصیحت بھی ہوئی، اب اس کے بعد مزید کچھ لکھنے کی ضرورت نہیں معلوم ہوتی، اسلئے کہ عیاں را چہ بیاں۔
        ہاں یہ ضرور دعا ہے کہ اللہ تعالیٰ اس کتاب کو عوام و خواص سب کے لئے مفید و نافع بنائے۔ آمین یا رب العالمین
حضرت مولانا محمد قمر الزمان(صاحب)  الہ آبادی
دار المعارف الاسلامیہ        
کریلی،الہ آباد           
 

Name of Book

Summary - Deewane Mashaiyakh


Foreword

Hazrat Maulana Muhammad Rabey Hasani Nadwi (RA.)


Supervisor

Maulana Yasin Kakoshi Mazahiri


Compiler

Maulana Muhammed Imran Nadwi Vadhana Palanpuri


Translator

Maulana Ahmed Koyta Patni


Publisher

Darul Uloom Jamia Naziriya, Kakoshi


Language

Gujarati, Urdu (Bilingual)

ORDER THE BOOK

You can buy right now

Discover the essence of Wisdom in 'Deewane Mashayekh'
Order your copy now for a profound exploration into timeless insights.

 

Order Now