રાજપીપળાના પર્વતના પૂજારી
May 5, 2024અવતારના પૂજારી
May 5, 2024કદાચ આ જ પર્વત પર તે લોકો મૂર્તિઓ બનાવીને રાખતા હતા અને કહેતા હતા કે આ અસહાબે કહફ (ગુફાવાળો)ની મૂર્તિઓ છે તો આપ તેમને આ કામથી દૂર રાખવા માટે અસહાબે કહફની વાસ્તવિકતા બતાવે છે:
“હે દીનના ચોર! તેં લોકોને દીનમાં જે પણ ગલત રસ્તાઓ બતાવ્યા છે અને દગાબાજી કરી છે તેને અમે જૂઠા સાબિત કરી બતાવ્યા છે તું ખૂણાઓમાં જઈને અણસમજુ બાળકોને બહેકાવે છે અને તેમનું દીન ચોરે છે, હે ચોર! તુ મેદાનમાં આવીને જવાબ આપ, જો તારા માટે બોલવાની ગુંજાઇશ છે તો તું બતાવ, દૃષ્ટિવાન વ્યક્તિ સામે ચોરની ચોરી નથી ચાલી શકતી, તે ચોરને જોતાં જ ઓળખી જાય છે.”
“તેં એ પર્વતના નામથી ઘણા લોકોને બહેકાવ્યા છે અને તેમને અસહાબે કહફની મૂર્તિઓ બતાવી છે જોકે અસહાબે કહફ એક નબીના ઉમ્મતી હતા (તેઓ પણ મોમિન હતા) જેવી રીતે બીજા લોકો મોમિન છે, આ નબીની ઉમ્મત જ્યારે ગલત માર્ગે ચાલી નીકળી અને નબીનો રસ્તો છોડીને મનમાન્યો રસ્તો અપનાવી લીધો તો આ અસહાબે કહફ અલ્લાહથી ડર્યા અને એક કૂતરાને લઈને જંગલનો રસ્તો પકડી લીધો અને એક ગુફામાં પનાહ લીધી, જ્યાં તેઓ અલ્લાહને યાદ કરતા હતા અને આરામ કરતા હતા, અલ્લાહ તઆલાએ તેમને ત્યાં વર્ષોવર્ષ સુવડાવી દીધા, ઘણાં વર્ષો પછી જાગ્યા હતા, તે સમયે કોઈ તેમનો અહેવાલ જાણતું નહોતું, યહૂદી તેમના વિશે જાણતા હતા તો તે લોકો આપ (સ.અ.વ.)ની ખિદમતમાં મોજિઝાની માંગ કરવા માટે આવ્યા કે આપ અમને અસહાબે કહફ વિશે બતાવશો તો અમે તમને નબી માની લઈશું તો આપ (સ.અ.વ.) પર વહી (ઈશ્વાણી) અવતરિત થઈ અને આપ (સ.અ.વ.)એ તેમને સાચી જાણકારી આપી.”
“તેઓ આ ગુફામાં સુતા હતા અને કૂતરો પણ તેમની સાથે હતો અને તું તો પર્વત પર રાખેલી મૂર્તિઓ બતાવે છે, બધા અરબ જાણે છે કે તેઓ ગુફામાં હતા તે જ કારણસર તેઓ અસહાબે કહફ કહેવાય છે, જો તેઓ પર્વત પર સૂતેલા હોત તો તેઓ અસહાબે જબલ (પર્વતવાળા) કહેવાતા, આ તો બિલકુલ સ્પષ્ટ વાત છે જરા પણ છૂપી વાત નથી.”
(ઈમાન દોમ, બયાન:૧૯૮૬)



