ખુલફાએ રાશિદીન બહુ જ બંદગીમગ્ન હતા
May 9, 2024હઝરત અબૂબક્ર સિદ્દીક (ર.અ.)
May 9, 2024પોતાની કિતાબ ખુલફાએ રાશિદીનના અંતમાં અલ્લાહ તઆલા સમક્ષ દુઆ કરે છે કે આ ઉચ્ચતમ દરબારથી ખુલફાએ રાશિદીન પ્રતિ પ્રેમ પ્રાપ્ત થાય, તે દુઆ નીચે મુજબ છે.
“એ અલ્લાહ! એ સૃષ્ટિના સર્જનહાર! તું માફ કરી દે, હું તારો લાચાર અને ગુનેગાર બંદો છું, પરંતુ તારી કૃપાથી કંઈક કરી શકું છું તો એ અલ્લાહ! તું બંદા પર મહેરબાની કર, અંતિમ નબીની દોસ્તી ખાતર એ સર્જનહાર! નજરે કરમ કર, અપેક્ષા છે કે નેક કાર્યોની તૌફીક મળે જેથી આ બંદો ચારયારી કહેવાય, ખુલફાએ રાશિદીનનો પ્રેમ પ્રાપ્ત થાય, તેમના ગુણ હંમેશ માટે દિલમાં કરાર પકડી લે, એ માલિક! આ બંદો તો ચાહે છે કે દિલમાં કોઈ કુશંકા કે વસવસો ન આવે અને દુશ્મનથી તું આને પોતાના રક્ષણમાં રાખજે, રાફઝી જેમને શેખૈનની ખૂબી સારી નથી લાગતી એ ઇલાહી! તેમનાથી રક્ષણ અર્પણ કર અને દિલ સાફ થઈ જાય ને તેમાં ગુમરાહી પ્રવેશ ન કરે અને ખારજી જેમને બંને દામાદ સાથે પ્રેમ નથી તેમનાથી પોતાના રક્ષણમાં રાખ, નબીજી સાથે મને જે દોસ્તી (અને પ્રેમ છે તેના) ખાતર આ દુઆ કબૂલ કર, તારી રજામંદી અનુસાર ફિકર આપ અને ઈમાનની હાલતમાં મૃત્યુ આવે એવી દિલની તમન્ના છે.” (ખુલફાએ રાશિદીન,બયાન:૧૩૯/૧૦૪૯)


