સિદ્દીક સમાન કોઈ નથી
May 11, 2024હઝરત ઉમર (ર.અ.)
May 11, 2024હઝરત અબૂબક્ર સિદ્દીક (ર.અ.)ની ખિલાફત, ગુણ અને મહિમાનો ઉલ્લેખ કર્યા પછી હઝરત પીર મશાઇખ (રહ.) અલ્લાહ તઆલાથી તેમની તાબેદારી અને પ્રેમ માટે દુઆ કરે છે અને મુસલમાનોને પણ પોતાની દુઆઓમાં સામેલ કરે છે, આપ લખે છે:
“હઝરત અબૂબક્ર સિદ્દીક (ર.અ.) નબી (સ.અ.વ.)ના યારે ગાર હતા અને તેમને ગુફામાં સાથી બનાવ્યા અને નબી (સ.અ.વ.)ના ખલીફા હતા, એ તમામ જહાનોના પૂજ્ય! તું કૃપા કર અને અમને નેકીની તૌફીક આપ, ઇલાહી! તું મને અને તમામ મુસલમાનોને નેક સ્વભાવના બનાવી દે, તારી કૃપાથી અમને બહુ ઉમેદ છે કે અમે સિદ્દીકે અકબરના તાબેદાર બની જઈએ અને તેમનો પ્રેમ અમારા દિલમાં આવી જાય, એ તમામ જહાનોના માઅબૂદ! તું અમારી દુઆ કબૂલ કર.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૩૮/૯૬૦,શેર:૧-૮)


