સફળતાના રસ્તાનો પંથી બની જા
May 7, 2024રાફઝી અને શીયા
May 7, 2024દીવાનના પ્રકરણ “મોજિઝાત”માં એક જગ્યા પર આપે મોમિન અને મુનાફિક બંનેને જુદા પાડતી વિશેષ લાક્ષણિકતાઓ વર્ણવી છે જેને હઝરત પીર મશાઇખ દ્વારા વર્ણવેલ મુનાફિકોની કહેણી-કરણીનો સાર પણ કહી શકીએ છીએ, તે નીચે મુજબ છે.
* મોમિનને (દીનની) આ વાતો સારી લાગે છે અને મુનાફિકનું દિલ દાઝે છે.
* મોમિન દીનની વાતો સાંભળીને કમાય છે (અમલ કરવા લાગે છે) અને મુનાફિક ગલીઓમાં ભાગતો ફરે છે.
* મોમિન હાર્દિક સંતોષ અનુભવે છે અને મુનાફિક ઈર્ષ્યા કરે છે.
* મોમિન એકતા ચાહે છે અને મુનાફિક જુદાઈ કરે છે.
* મોમિન દીનની વાતો સાંભળે છે અને મુનાફિક બળી મરે છે.
* મોમિન હળીમળીને બેસે છે ને દીનનાં કામ કરે છે અને મુનાફિક ક્યારેય હળીમળીને બેસતા નથી.
* મોમિન પાસે જો કોઈ વસ્તુ અનામત સ્વરૂપે રાખશો તો તે વાપસ કરી દેશે મુનાફિક તો ખૂની છે (અથવા ખૂણાવાળો છે) તે અનામત ચોરી લે છે.
* મોમિન વચન પાળે છે અને મુનાફિક વચન તોડે છે.
* મોમિન વચનનું પાલન કરે છે અને મુનાફિક વચનભંગ કરીને દગો આપે છે.
* મોમિન સાચી ખબરો આપે છે અને મુનાફિક જૂઠી ખબરો આપે છે.
* મોમિન વાત કરતાં સમય મર્યાદાનો ખ્યાલ રાખે છે અને અશ્લીલતાથી દૂર રહે છે અને મુનાફિક અશ્લીલતા અને બેશરમીને પસંદ કરે છે અને એવી જ વાતો કરે છે.
* આ મોમિન અને મુનાફિકની નિશાનીઓ છે જે જોઈ અને સાંભળી છે તે લખી દીધી છે.
(મોજિઝાત,બયાન:૯૯/૭૫૧)



