હૌઝે કૌષરથી વંચિત
May 9, 2024ખુલફાએ રાશિદીન બહુ જ બંદગીમગ્ન હતા
May 9, 2024“જો તમે ઉમ્મતી બનવા ઇચ્છો છો તો ચારયારો જેવાં કામ કરો, હઝરત અબૂબક્ર (ર.અ.)ની જેમ પુષ્ટિ કરો કે નબી (સ.અ.વ.) સત્ય છે, જ્યારે કુરેશીઓએ આપ (સ.અ.વ.) સાથે દુશ્મની કરી ત્યારે સિદ્દીકે આપ (સ.અ.વ.) સાથે પ્રેમ કર્યો, જ્યારે કુરેશ આપ (સ.અ.વ.)ને ઉદાસ કરતા હતા ત્યારે સિદ્દીક આપ (સ.અ.વ.)ને હૃદયપૂર્વક ચાહતા અને દિલાસો આપતા હતા, જ્યારે કુરેશીઓએ આપ (સ.અ.વ.)ના ઘરનો ઘેરાવ કર્યો અને આપે હિજરત (સ્થળાંતર)નો ઇરાદો કર્યો ત્યારે સિદ્દીક આપ (સ.અ.વ.) સાથે રહ્યા અને પોતાને નબી (સ.અ.વ.) માટે ન્યોછાવર કરી દીધા તે દિવસથી સિદ્દીક યારે ગાર કહેવાયા અને સૌપ્રથમ આપે નબી (સ.અ.વ.)ને સાચા માન્યા.”
“અને ફારૂક જેવી ન્યાય-પદ્ધતિ હોવી જોઈએ કે આપે કેવો ન્યાય કર્યો, બેટા પર પણ દયા ન કરી, આ સાચો ન્યાય છે.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૧૧/૯૪૧)


“અને ઉસ્માન જેવી શરમ પેદા કર કે આપે કોઈ પરાઈ સ્ત્રી પર નજર નથી નાખી, જો તું પણ નબી (સ.અ.વ.)નો ઉમ્મતી બનવા ઇચ્છે છે તો હઝરત ઉસ્માન (ર.અ.) જેવી લજ્જાશીલ બન.”
“અને મુર્તઝા અલી જેવી સખાવત પેદા કર કે હઝરત અલી (ર.અ.) તો અપાર સખી હતા, તેના વિરુદ્ધનો ક્યારેય ખ્યાલ પણ કરતા નહોતા.”
“તો તું ચારયારોની રીત અપનાવ, જો તું આવું કરીશ તો ખુલફાએ રાશિદીન તારી સાથે પ્રેમ કરશે અને હશરના દિવસે તારી સિફારસ (અલ્લાહ સમક્ષ માફીની દરખાસ્ત) કરશે.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૧૨/૯૪૨,શેર:૧-૯)


