રઝાઅતી (દૂધના) રિશ્તાનો પણ ખ્યાલ નથી
May 7, 2024તમે તો મુરતદ (દીનથી ફરેલા) છો
May 7, 2024અને પછી ભોળી પ્રજાને ગુમરાહ કરવા માટે જાતજાતના ઢોંગ કરતા હતા અને મેલી વિદ્યાની સહાય લેતા હતા જેથી લોકો તેમના ભક્ત બની જાય હઝરત પીર મશાઇખરહ આ ઢોંગીઓને તેમનાં ખરાબ કામ યાદ અપાવીને તેમની હકીકતથી સચેત કરતાં લખે છે:
“એ મેલી વિદ્યાના જાણકાર! તું કઈ ચિંતામાં મગન છે? તેં કયો રસ્તો અપનાવ્યો છે? અને તું કોને અનુસરે છે? તું બાળમૈથુન કરે છે, તું વ્યાજ ખાય છે, શરાબ પીવે છે, પોતાની પત્નીને કોઈ બીજા પાસે મોકલે છે અને પોતાને મોમિન કહે છે, કુર્આન પઢે છે અને ગુપ્ત રીતે આવાં કર્યો કરે છે તું અમને બતાવ કે આવાં કર્યો કોણે કર્યાં છે? તું આ બધુ ક્યાંથી લાવ્યો છે તું બોલ અને જવાબ આપ, તારાં દુષ્કર્મ જાહેર થઈ ગયાં છે, તું તો જવાબની સૂઝબૂઝ પણ ગુમાવી ચૂક્યો છે, તેં જાદુ અને મેલી વિદ્યાને ધર્મ બનાવી દીધો છે અને તારા દીનની એ હાલત છે કે તું નબીએ કરીમનો કલમો પઢતો નથી, તેં અદ્ભુત ધર્મ અપનાવ્યો છે, તું પયગંબરીનો દાવો કરે છે અને પોતાને પયગંબર કહે છે અને સ્મશાનભૂમિમાં જઈ ભૂતપ્રેત તાબે કરે છે અને લોકોને ભૂત બતાવે છે અને તેમને ગંદકીના ઢગલા પાસે લઈ જાય છે, પાણીમાં ભૂત બતાવે છે અને પોતાના અનુયાયીઓને ગુમરાહ કરે છે, આવા ઢોંગી તો ગામડાઓમાં ઘણા જ હોય છે જે મેલી વિદ્યાથી કામ લે છે, તેઓ હાથમાં આગ લઈને ફરે છે, હાથ-પગ બાંધીને આગમાં કૂદી પડે છે અને પોતાને લાકડીની જેમ સળગાવે છે પરંતુ તેમના શરીર પર આગ અસર નથી કરતી, પોતાની જીભ કાપીને અલગ કરી દે છે, હૃદય કાઢીને જમીન પર ફેંકી દે છે, ભૂતપ્રેત તેમને ખબરો પહોંચાડે છે અને તેઓ માથું ધુણાવતાં લોકોને સંભળાવે છે, આ હરકોઈ જાણે છે, આ તારી ચાલબાજીઓ છે, આવા તો દુનિયામાં ઘણા હોય છે અને તે લોકો પોતાની ચાલબાજીઓ વડે ભોળા લોકો સાથે દગો કરે છે અને પોતાને પયગંબર કહે છે.”
(ઈમાન દોમ,બયાન:૧૯૭૭)




હઝરત પીર મશાઇખ (રહ.) એક બીજી જગ્યાએ તેમને ધમકીભરી શૈલીમાં સંબોધતાં લખે છે:
“એ દીનના ચોરો! તમે વાત સાંભળો, તમે કેવા લોકો છો? બાળકો (નાસમજ લોકો)ને બહેકાવો છો ગુપ્ત રીતે આવી પ્રવૃત્તિઓ કરો છો, મેદાનમાં કેમ નથી આવતા, અમારે તમારી પાસેથી જવાબ મેળવવો છે, તમે કાફિરો જેવાં કામ કરો છો અને પોતાને મુસલમાન કહો છો, તમે કાફિરો જેવા દરેક રસ્તા આપનાવ્યા છે, તમે કાફિરો કરતાં પણ ખરાબ છો, તમારામાં ગંદકી સમાય જાય, તમે દીનની કિતાબો પઢો છો (પરંતુ અમલ નથી કરતા, તમારું ઉદાહરણ એવું છે કે) જેવી રીતે ગધેડા પર કિતાબો ખડકી દીધી હોય, કિતાબો પઢીને આલિમ (વિદ્વાન) તરીકે પ્રસિદ્ધ થાઓ છો અને બાળકો (નાસમજો) સાથે તકરાર કરો છો અને પોતાની બડાઈ હાંકો છો પરંતુ દીન ચાહતા નથી, પોતાનો મનઘડંત મસ્લક અપનાવો છો અને પોતાને મોમિન કહો છો પરંતુ આ દીન તો કોઈ ગુપ્ત વસ્તુ નથી, પૂરા હિંદુસ્તાનમાં જાહેર અને જાણીતું છે, બાદશાહ પણ તમારી હકીકતથી વાકેફ છે અને તમે હજુ પણ છૂપતા ફરો છો, તો પણ પોતાની ધાર્મિક હાલત પર તમને શરમ નથી આવતી અને દીનમાં ચોરી કરો છો, ગામડિયાઓને બહેકાવો છો, તેમાં મોટી સંખ્યા તો મારા સંપર્કમાં રહેલા લોકોની છે પરંતુ તેઓ મારાથી દૂર રહે છે, તમે એમના ઈમાન પર હુમલો કરો છો, પરંતુ એ બિચારોની હાલત એવી છે કે તેમણે દીન બરાબર સાંભળ્યું નથી અને સાચા ધર્મથી સારી રીતે માહિતગાર નથી એટલા માટે તમારી વાતો સાંભળે છે અને અમુક વાતો પર અમલ પણ કરી લે છે પરંતુ જ્યારે તે દીનની વાતો સાંભળશે અને પોતાના બાહ્ય તથા અંતઃજીવનને દીન વડે સુવ્યવસ્થિત કરશે તો તેઓ તમને છોડશે નહીં, જ્યાં તમારી ભાળ મળશે તમારી ખબર લેશે અને તમારા દુશ્મન બની જશે અને તમારો સંબંધ છોડી દેશે, સત્ય સામે અસત્ય ટકતું નથી, તમે આ (દીન)માં નકામી ખામી શોધો છો.”
(ઈમાન દોમ,બયાન: ૧૯૭૩)



