હઝરત પીર મશાઇખ (રહ.)નો વાણીપ્રભાવ
April 2, 2024દીવાને મશાઇખના લેખનની શરૂઆત
April 3, 2024ઇલ્મ પ્રાપ્ત કર્યા પછી હઝરત પીર મશાઇખ (રહ.) સતત નસીહત અને શિખામણ વડે લોકોમાં સુધારણાનું કાર્ય કરતા રહ્યા, પરંતુ પછી આપે એ વાતની જરૂરત અનુભવી કે પોતાના મુરીદો માટે લેખિત રૂપમાં એવો માર્ગદર્શક ગ્રંથ આપી જાય જે આપના અવસાન પછી પણ તેમનું માર્ગદર્શન પૂરું પાડતો રહે અને તેમને બીજી બાજુ જોવાની જરૂરત ન પડે જેમ કે નૂરનામાના સંદર્ભ સાથે આપની દુઆ ઉલ્લેખાઈ ગઈ છે. (જુઓ પાન નંબર:૧૩૭)
મુનાફિકો (સતપંથી) અને રાફઝી લોકોને ગુમરાહ કરી રહ્યા હતા બલ્કે રાફઝી તો ગામડે ગામડે ફરીને લોકોને ગુમરાહ કરતા હતા અને છળકપટ કરતા હતા તો આપે આ દીવાન લખી તેમને ત્યાં પહોંચાડી દીધો જેથી મિથ્યાચારી લોકોને ગુમરાહ કરવાની તક ન મળે અને આપ ત્યાં ન પહોંચી શકે તેવી પરિસ્થિતિમાં આપની જગ્યા લઈ લે અને લોકોને સાચું માર્ગદર્શન મળતું રહે, તેથી આપ મકતૂલનામા લખવાનું એક કારણ બયાન ફરમાવે છે.
“અને એક કારણ આ પણ હતું કે આ દેશમાં રાફઝી મોટી સંખ્યામાં રહે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે અને હું નિરક્ષર ગ્રામીણો વચ્ચે કામ કરી રહ્યો છું અને અમુક તો દૂર ગામડાઓમાં રહે છે તેથી રાફઝી ગામે ગામે ફરીને એમની સાથે છળકપટ કરતા રહે છે તેથી જો મકતૂલનામા ન લખત અને સંપૂર્ણ કહાની ગુપ્ત રાખત તો રાફઝી નિરક્ષર ગ્રામીણોને બતાવત કે ઇમામોને આ રીતે કતલ કરવામાં આવ્યા હતા તો ગ્રામીણ લોકો આશ્ચર્યચકિત થઈ જત અને પછી તેમની સાથે સંબંધ બાંધી લત અને તેઓ સમજત કે પીર સાહેબ આ વિશે કશું નથી જાણતા અને રાફઝીઓને મોટા જાણકાર સમજત, પછી મારાથી સંબંધ તોડીને રાફઝીઓ સાથે જોડાઈ જત અને તેમની વાતો પર ધ્યાન આપત પછી રાફઝી જે પ્રમાણે ચાહે એવી વાતો તેમને બતાવત અને કહાનીઓમાં જૂઠ મેળવત.”
(મકતૂલનામા અવ્વલ,બયાન:૨૨)

