તમે તો મુરતદ (દીનથી ફરેલા) છો
May 7, 2024સંપૂર્ણ મુસલમાન થઈ જા
May 7, 2024ત્યાર પછી હઝરત પીર મશાઇખ ગુસ્સાની સ્થિતિમાં તેમણે ફિટકારતાં લખે છે:
“એ મુનાફિક! વિચાર તો ખરો, તું આ કેવું વ્યર્થ વિચારી રહ્યો છે? અને સંપૂર્ણ જગત તમને જૂઠા કહે છે, જૂઠને કોણ નથી જાણતું? દુનિયામાં ફરીને જોઈ લે, અરે જૂઠા માણસને તો કોઈ કરજ પણ નથી આપતું અને કોઈ તેની પાસે નથી આવતું, જૂઠ બોલનાર મુનાફિક સાથે દુનિયામાં આ જ ન્યાયનો તકાદો છે, તારા કરતાં તો કૂતરું પણ સારું છે જે એક દરવાજા પર ભૂખ્યું-પ્યાસું પડ્યું રહે છે, એ બેશરમ મુનાફિક! તને શરમ નથી આવતી કે તું કૂતરા કરતાં પણ બદતર છે તારા પર ફિટકાર છે, તું દીનથી વાકેફ થયા પછી પીઠ ફેરવી લે છે અને દીનથી ફરી જનાર મુર્તદ થઈ જાય છે અને પત્ની સાથે નિકાહ અમાન્ય થઈ જાય છે, એ મુનાફિક! તારી દીની કમાણીની આ હાલત છે, અરે એ ગ્રામીણ! તું આ શું કરવા માગે છે જેના કારણે ગુનેગાર ઠેરે છે તું તો કૂતરા કરતાં પણ બદતર છે, અરે જુઓ, કોઈને ઝેરીલો સાપ ડસી જાય અને જો તેના પર આ (નિકૃષ્ટ) લોકોનું નામ લેવામાં આવે તો એનાથી ઝેરની અસર નષ્ટ થઈ જાય બલ્કે તે પોતે સાપ છે જો ડસી લે તો તેના ઝેરની અસર ખતમ નથી થતી, આ જ પ્રમાણે આની હાલત છે, જરાક તો વિચાર કર, દુનિયામાં કોઈને બે શરીર હોય છે, તું જ પૂરી દુનિયામાં નિરાળો છે કે ધાર્મિક રીતે તારી પાસે બે શરીર છે, તું હૃદયનો ગંદો છે, જાહેરમાં તો તારું બધું દેખાય છે પણ તારી ખૂબી દેખાતી નથી, તારી પદ્ધતિ એવી બહુરંગી છે જે પ્રતિક્ષણ બદલતી રહે છે, જેમ કે કોઈ ખુલ્લી ફરવાવાળી ગાય, જુઓ અમોએ તેના ગાળામાં રસ્સી નાખી દીધી છે જેથી માલૂમ પડી જાય કે આ ખુલ્લું ફરવાવાળું જાનવર છે, તું મારી નસીહતભરી વાતો સાંભળી લે અને તેના પર કાન ધર, તું જે કમાણી પ્રાપ્ત કરી રહ્યો છે અને જે નફો મેળવી રહ્યો છે અમને બતાવ કે તેં પોતાના દિલમાં શું સોચી રાખ્યું છે નિષ્ફળતા કે સફળતા?”
(ઈમાન અવ્વલ,બયાન:૧૭૭૩)



