શીયા હઝરત પીર મશાઇખ (રહ.)ની મહેફિલમાં હાજરી આપતા હતા
May 8, 2024સહાબા અને અહલે બૈત
May 8, 2024જેમ કે આવી ચૂક્યું કે હઝરત પીર મશાઇખ (રહ.)એ શીયાઓની જે આલોચના કરી છે તે મોટે ભાગે સહાબા ખાસ કરીને ખુલફાએ રાશિદીન અને અહલે બૈત સાથે પ્રેમ અને દુશ્મની સંબંધિત છે અને આપે વિગત સાથે આ વાત સ્પષ્ટ કરી દીધી છે કે સહાબાએ કિરામ વિશે આપ (રહ.)નો એ જ અકીદો છે જે અહલે સુન્નત વલજમાતનો છે, હઝરત પીર મશાઇખ (રહ.) સહાબાએ કિરામની બુઝુર્ગી અને ઉચ્ચ સ્થાન બયાન કરતાં લખે છે:
“અલ્લાહે સહાબા પર કૃપા કરી છે કે તેમને બહુ ઉચ્ચતા આપી છે, નબીઓ પછી સર્વસૃષ્ટિ કરતાં ઉચ્ચ સ્થાન આપ્યું છે.”
(ખુલફાએ રાશિદીન,બયાન: ૩,શેર:૬,૭)

“સાંભળો, અલ્લાહે સહાબાને ઉચ્ચતા આપી છે, તેમને પૂરી દુનિયા કરતાં ઉચ્ચ સ્થાન આપ્યું છે પરંતુ નબીઓને છોડીને, નબી અને રસૂલ તો અલ્લાહે મોકલ્યા છે, તેમને તો બિલકુલ અલગ જ ખૂબીઓ અર્પણ કરી છે, અંબિયા અને રસૂલ સિવાય બાકી લોકોમાં નબી (સ.અ.વ.)ના સહાબા સર્વશ્રેષ્ઠ, બુઝુર્ગ અને ઉચ્ચ સ્થાને છે તેમનામાં પણ ચારયાર સર્વશ્રેષ્ઠ છે અને તે હઝરત અબૂબક્ર, હઝરત ઉમર, હઝરત ઉસ્માન અને હઝરત અલી (ર.અ.) છે આ બુઝુર્ગો ખુલફાએ રાશિદીન છે.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૪/૯૩૫,શેર:૧-૯)


