એક રાહબર જે માર્ગ બતાવી ગયો
March 28, 2024સૈયદ શમ્સુલ હક
March 28, 2024હઝરત પીર મશાઇખ (રહ.) અગિયારમી સદી હિજરીના અંતમાં પેદા થયા, આપનો નસબી સિલસિલો (વંશવેલો) સૈયદ ઇસ્માઈલના માધ્યમથી હઝરત હુસૈન સાથે મળે છે. હઝરત પીર મશાઇખે પોતાનું જે પેઢીનામું વર્ણવ્યું છે તે નીચે મુજબ છે.
સૈયદ પીર મશાઇખ બિન સૈયદ ફાઝિલ બિન સૈયદ સદરુદ્દીન બિન સૈયદ ઝૈનુદ્દીન બિન સૈયદ અબુલહસન બિન સૈયદ મશાઇખ બિન સૈયદ રહમતુલ્લાહ બિન કબીરુદ્દીન બિન સદરુદ્દીન બિન શિહાબુદ્દીન બિન સૈયદ નસીરુદ્દીન બિન શમ્સુલ હક બિન સૈયદ સાલિહુદ્દીન બિન સૈયદ ઇસ્લામુદ્દીન બિન સૈયદ મોમિનશાહ બિન સૈયદ ખાલિદ બિન સૈયદ હાશિમ બિન સૈયદ અહમદ હાદી બિન સૈયદ મુસ્તફા બિન સૈયદ અબ્દુલ મજીદ બિન સૈયદ ગાલિબુદ્દીન બિન સૈયદ મુહમ્મદ મનસૂર બિન ઇમામ ઇસ્માઈલ સાની બિન સૈયદ નૂર મુહમ્મદ બિન ઇમામ ઇસ્માઈલ બિન ઇમામ જાફર સાદિક બિન ઇમામ મુહમ્મદ બાકિર બિન ઇમામ ઝૈનુલ આબિદીન બિન હઝરત હુસૈન બિન અમીરુલ મોમિનીન હઝરત અલી (કર્રમલ્લાહુ વજ્હહૂ)
(મકતૂલનામા દોમ, બયાન: ૨૬૦,૨૬૭,૨૭૧-૨૭૬)

હઝરત પીર મશાઇખ (રહ.)એ અમુક સ્વવંશીય બુઝુર્ગોનો સંક્ષિપ્ત અહેવાલ ઉલ્લેખ કર્યો છે તે નીચે મુજબ છે.
