ગૂર્જરી ભાષાના એક અતિમૂલ્યવાન ગ્રંથ “સારાંશ દીવાને મશાઇખ”ના પ્રકાશન ટાણે અભિપ્રાય
February 7, 2024સંપાદકીય | મુહમ્મદ ઇમરાન નદવી
March 28, 2024حامداً و مصلیاً
મૌલાના યાસીન સાહેબ કાકોશી (ઝીદ મજ્દુહૂ)એ મને “દીવાને મશાઇખ” પર કંઈક લખવાનું કહ્યું, તેથી મેં આ પુસ્તકનો અભ્યાસ કર્યો, આ ખૂબ જ ઉપયોગી પુસ્તક છે. તે સહિત મેં હઝરત મૌલાના મુહમ્મદ રાબિઅ સાહેબ (રહ.)નો દીબાચો પણ વાંચ્યો, જેનાથી મને વધુ અંતરદૃષ્ટિ પ્રાપ્ત થઈ અને શીખ પણ મળી, હવે તે ઉપરાંત વધુ કંઈ લખવાની જરૂર નથી, કેમ કે સ્ફુટ વાતને વર્ણનની કોઈ આવશ્યકતા નથી.
હા, અલ્લાહ તઆલા આ કિતાબને સર્વજનો માટે ઉપયોગી અને લાભદાયી બનાવે એવી દુઆ ચોક્કસ છે. આમીન યા રબ્બલ આલમીન
(હઝરત મૌલાના) મુહમ્મદ કમરુઝ્ઝમા (સાહેબ) ઇલાહાબાદી
૧૦ ઝુલહિજજા ૧૪૪૪ હિજરી
દારુલ મઆરિફિલ ઇસ્લામિયા
કરેલી, ઇલાહાબાદ
