નિકાહે મુત્આ ગેરકાનૂની છે
May 7, 2024ઇમામો પણ ખુદાના બંદા હતા
May 7, 2024શીયા લોકો અહલે બૈતના બાર બુઝુર્ગોમાં ઇમામતનો સિલસિલો માને છે, હઝરત પીર મશાઇખ તેમની આ માન્યતાથી સહમત નહતા તેથી એક જગ્યા પર આ ઇમામોની ઇમામતને નકારતાં લખ્યું છે:
“શીયા બાર ઇમામોને માને છે પરંતુ સમજમાં નથી આવતું કે આ લોકો આવી ધારણા ક્યાંથી લઈ આવ્યા છે, આ અકીદો તો શીયા જમાતનો છે, અહલે સુન્નત વલજમાતનો નથી, હે મોમિન મુનાફિકો! તમે આ શું અદ્ભુત વિચાર દિલમાં લઈને ફરો છો, જે પ્રમાણે તમે ઇમામ ગણાવો છો એ પ્રમાણે તો શીયા લોકો પણ નથી માનતા ભલે આ અકીદો તેમનો પોતાનો જ છે.”
(મકતૂલનામા દોમ,બયાન:૨૫૪/૫૬૧,શેર:૭-૧૨)

અને હઝરત પીર મશાઇખરહ શીયા લોકોની જેમ ચૌદ માસૂમોને પણ માનતા ન હતા આપ લખે છે:
“શીયા લોકો તો ચૌદ માસૂમોને માને છે પરંતુ જણાતું નથી? આવી વાત ક્યાંથી લાવ્યા છે બસ આ તેમની કિતાબોમાં લખેલું છે જોકે માસૂમ તો નાનું બાળક હોય છે, પરંતુ આ ઇમામોને કેવી રીતે માસૂમ જાણે છે (એ નાના તો છે નહીં.)”
“અને મેં આ ઇમામોનો અહેવાલ એટલા માટે લખ્યો છે કે આ અજ્ઞાની મુસલમાન તેનાથી વાકેફ થઈ જાય અને કોઈ તેમને બહેકાવી ન શકે.”
(મકતૂલનામા દોમ,બયાન:૨૫૫/૫૬૨)

