સમાજસુધારાની રીત
April 1, 2024હઝરત પીર મશાઇખ (રહ.)નો વાણીપ્રભાવ
April 2, 2024ત્યાર પછી હઝરત પીર મશાઇખ (રહ.) ઇલ્મ પ્રાપ્તિની જરૂરત અનુભવતાં અમદાવાદની દીની દર્સગાહોમાં ગયા અને ત્યાંના ઇલમી ઝરણોથી અસૂદા થઈ ત્યાં જ સારંગપુર ચરટોડા અમદાવાદમાં વસી ગયા અને કોમની સુધારણા માટે ચિંતનશીલ બની ગયા અને આપે વાણી તથા કલમ વડે કોમની સુધારણાનો પ્રયત્ન શરૂ કરી દીધો. એ જ કારણસર આપ દીની સભાઓ સ્થાપતા હતા અને લોકો આપની ખિદમતમાં હાજરી આપી ઇલમી તરસ બુઝાવતા, અકીદા દુરસ્ત કરતા અને ઈમાનની દોલત મેળવતા, અતઃ હઝરત પીર મશાઇખ (રહ.) આવી સભાઓનો ઉલ્લેખ કરતાં લખે છે:
“જ્યારે કોઈ ધર્મભ્રષ્ટ અકીદાની શુદ્ધિ માટે મારી પાસે આવે છે તો અલ્લાહની કૃપાથી તેના ગેરઇસ્લામી અકીદા નષ્ટ થઈ જાય છે અને સીધા માર્ગે આવી જાય છે ભલે પછી તે શ્રાવક હોય કે મહેશ્વરી કે પછી પાખંડી મોમિન જે ધાર્મિક લૂંટારોના હાથે ચડીને ગુમરાહ થઈ ગયો હોય. જો કોઈ શીયા મારી પાસે આવે છે તો સુન્ની બનીને પાછો ફરે છે.”
(નૂરનામા,બયાન:૩૨)

મુનાફિક પણ હઝરત પીર મશાઇખ (રહ.)ની સભામાં આવતા હતા ભલે જાહેરમાં પ્રેમનો દાવો કરતા હતા પરંતુ તેમના દિલોમાં દીનની તલબ અને મહત્તા નહતી, આપ તેમને આ પાખંડથી સચેત કરતાં લખે છે:
“હે મુનાફિક મોમિન જમાત! ભલે તમે મીઠી મીઠી વાતો કરો છો પરંતુ તમારા હૃદયમાં ખોટ છે અને પછી હસ્તચુંબન પણ કરો છો અને અમારાથી પ્રેમનો દાવો પણ કરો છો પરંતુ દીન વિરુદ્ધ કાર્ય કરો છો તો પછી અમે તમારી સાથે પ્રેમ કેવી રીતે કરીએ જો અમને તમારા ભીતર દીન જણાતું નહોય, અમારા દરમ્યાન કેવળ દીની ભાઈચારો છે તે સિવાય બીજી કોઈ રિશ્તેદારી નથી.”
(ઈમાન અવ્વલ,બ.: ૧૬૦૬,શેર:૧૬-૧૯,૨૪-૨૬)

