દુનિયાની અલ્પકાલીન મોજ માટે આખિરત બરબાદ મત કર
May 6, 2024નિર્લજ્જ કાર્યો
May 7, 2024એક મોકા પર તેમને ગફલતથી સાવધાન કરતાં યાદ અપાવે છે કે તમારે આ દુનિયાથી કૂચ કરીને કોઈ બીજી દુનિયા (આખિરત) જવાનું છે, હઝરત પીર મશાઇખ (રહ.)ના શબ્દો બતાવી રહ્યા છે કે સંબોધ્ય આખિરતને અસ્વીકારતો હતો, આપ લખે છે:
“મુનાફિકો! તમે શું વિચારી રહ્યા છો? અને એ કાફિરો! તમે શું ઇચ્છો છો? તમે કબરથી ડરતા નથી અને દીનનો માર્ગ અપનાવતા નથી તમે એમ સમજી લીધું છે કે મૃત્યુ બાદ ફરી પાછા ઊઠવાનું નથી, જમીનમાં માટી બનીને ભળી જશો, તેને અલ્લાહ ફરી કેમ પેદા કરશે? આવું વિચારી ગાફેલ બનીને ફરો છો, આ રીતે તો કાફિરોએ પણ નબી (સ.અ.વ.) સાથે દલીલ કરી હતી, તેઓ આપ (સ.અ.વ.) સમક્ષ ગળેલાં હાડકાં લઈ આવ્યા હતા તેમને તોડીને નબી (સ.અ.વ.)ને પૂછ્યું કે અલ્લાહ તઆલા આવાં ગળેલાં હાડકાં પણ ફરી કેવી રીતે પેદા કરશે, પછી તેનાથી હિસાબ લેશે? અને તેઓ દલીલબાજી કરવા લાગ્યા તો અલ્લાહ તરફથી વહી (ઈશ્વાણી) આવી કે નબીજી! તેમને બતાવી દો કે જ્યારે તમે બિલકુલ અસ્તિત્વમાં નહોતા ત્યારે અલ્લાહે તમને પેદા કર્યા, હવે તો હાડકાં પણ છે તેથી અલ્લાહ તઆલા માટે ફરી તમને પેદા કરવા વધુ સરળ છે, કાફિર આ સાંભળીને નિશબ્દ બની ગયા, જો તમારા દિલમાં આ ખ્યાલ આવે કે કબરમાં કેવી રીતે બેસાડી શકાય? તો જે પ્રમાણે માના પેટમાં બાળક હોય છે, કોઈ પણ હાલતમાં તેને તકલીફ પડતી નથી, માં આડા પાસે સૂવે અને પેટ દબતું હોય તો પણ તેને તકલીફ નથી થતી જ્યારે કે પેટમાં ખાલી જગ્યા નથી હોતી તો કબરમાં પણ એ જ હાલત થશે જેવી રીતે પેટમાં બાળકની સ્થિતિ છે, મા દરરોજ દસ-બાર શેર ખોરાક ખાય છે અને તેના પેટમાં બાળક હોય છે તો પણ એ જ પ્રમાણે દેખાય છે જેવી રીતે ખાલી હતું, અમારો રબ જે ચાહે છે કરે છે, બાળકને પેટમાં આરામ મળે છે પરંતુ જો તેને બહારથી દબાવવામાં આવે તો તે મરી જાય છે એક ક્ષણ પણ જીવતું નથી એવી જ રીતે કબરની હાલત છે.(કે તેમાં મડદું રહે છે)”
(ઈમાન દોમ,બયાન:૧૯૪૨)




