મારો મસ્લક (પંથ) હનફી છે
March 29, 2024નમાઝની રીત
March 29, 2024અહલે સુન્નત વલજમાતને ત્યાં સર્વમાન્ય મસલો છે કે મોજા પર મસહ કરવો જાઇજ (વૈધ) છે બલ્કે તવાતુરથી સાબિત છે અને અહલે સુન્નત વલજમાતની નિશાનીઓ પૈકી એક છે, હઝરત પીર મશાઇખ (ર. અ. ) પણ મોજા પર મસહ વિશે લખે છે:
“મુકીમ એક રાતદિવસ મોજા પર મસહ કરશે એટલે કે સંપૂર્ણ વુઝૂ કરશે પરંતુ પગ ધોવાના બદલે મોજા પર મસહ કરશે પછી એક રાતદિવસ બાદ મોજા ઉતારી પગ ધોશે અને મુસાફર ત્રણ રાતદિવસ મોજા પર મસહ કરશે અને દિવસોની ગણતરી વુઝૂ તૂટવાના સમયથી શરૂ થશે અને જો મોજા ઉતારી લેશે તો જલ્દી સમય પૂરો થઈ જશે.”
(ઇબાદત અવ્વલ,બયાન:૩૩/૨૦૭૦)

