નિર્લજ્જ કાર્યો
May 7, 2024જાતજાતના ઢોંગ
May 7, 2024તેમને ત્યાં રઝાઅત (દૂધ)ના રિશ્તાનું પણ મહત્ત્વ નહોતું બલ્કે તે રઝાઈ (દૂધના) રિશ્તેદારોને ત્યાં પણ નિકાહ કરી લેતા હતા આપ તેમની નિંદા કરતાં હઝરત પીર મશાઇખ (રહ.) લખે છે:
“એ ઈમાનની દાવેદાર મુનાફિક જમાત! તમે પોતાની ચિંતા કેમ નથી કરતા તમે ખાનદાની રિશ્તેદારોથી નિકાહ નથી કરતા પરંતુ રઝાઈ (દૂધના) રિશ્તેદારોને તમે નથી ચાહતા (તેનો ખ્યાલ નથી રાખતા).”
(ઇબાદત દોમ,બ۔: ૨૪૦/૨૨૭૭,શેર:૧૯-૨૦)

“તમે દૂધ પિવડાવીને પણ નિકાહ કરો છો, આવું હરામ કામ કરો છો, આ કાફિરોનો માર્ગ છે જે તમે ચાહો છો અને પોતે કાફિરોને આંધળા બતાવો છો, તો પછી આંધળોના માર્ગે કેમ ચાલો છો, પોતાના હાથે પોતાના માથા પર ગંદકી નાખો છો અને પોતાને અપમાનિત કરો છો.”
(ઇબાદત દોમ,બ:૨૪૧/૨૨૭૮,શેર:૧૩-૧૬)

