કોણ મોમિન? કોણ મુનાફિક?
May 7, 2024શીયા ગુમરાહ છે
May 7, 2024ત્રીજી જમાત જેને હઝરત પીર મશાઇખ (રહ.)એ સંબોધી છે તે રાફઝી છે તેમને અહલે સુન્નત વલજમાત સાથે મતભેદ છે તે બે પ્રકારના છે (૧) તેમની માન્યતાઓ અને ધારણાઓ (૨) સહાબાએ કિરામ સાથે ખાસ કરીને ત્રણ ખલીફાઓ સાથે દુશ્મની.
હઝરત પીર મશાઇખે રાફઝીઓ અને શીયા લોકોની જે આલોચના કરી છે તેમાં કેવળ સહાબાએ કિરામ સાથે દુશ્મનીનું પાસું સામે રાખ્યું છે, પ્રથમ મતભેદ તરફ ધ્યાન નથી આપ્યું, જાહેરમાં એવું જણાય છે કે આપના મુરીદો (જે અહલે સુન્નત વલજમાત સાથે સંબંધ ધરાવતા હતા અને જેમનામાં અજ્ઞાનતા ચરમસીમાએ હતી)નો રાફઝીઓ અને શીયા લોકો સાથે સંબંધ હતો બલ્કે તે લોકો આપના મુરીદોને ગુમરાહ કરવા માટે ગામડાંઓમાં જઈ જઈને પોતાના દીનનું આમંત્રણ આપતા હતા જેથી અહલે સુન્નત વલજમાતને ત્યાં પણ સહાબા અને ખાસ કરીને ત્રણ ખલીફાઓ પ્રત્યે જે પ્રેમ હોવો જોઈએ તે નહતો.
અને મકતૂલનામા દોમ,બયાન: ૨૫૪/૫૬૧માં પોતાના લોકોને મોમિન મુનાફિક નામ વડે સંબોધતાં આ અકીદા સંબંધિત ગુમરાહી પર ધ્યાન અપાવ્યું છે અને કદાચ આપે તેમને મોમિન મુનાફિક નામ વડે એટલા માટે સંબોધ્યા હશે કે તેઓ આપ પ્રતિ પ્રેમનો ભાવ રાખતા હતા, સુન્ની હોવાનો દાવો પણ કરતા હશે એટલા માટે જ તો પછીના બયાન: ૨૫૬/૫૬૩, શેર:૬માં એમને કેવળ મોમિન નામ વડે યાદ કર્યા છે પરંતુ તેમનામાં શીયા લોકોની અસર ભળી ગઈ હશે જેથી હઝરત પીર મશાઇખરહ એમને સચેત કરે છે
“શીયા તો બાર ઇમામોને માને છે પરંતુ સમજાતું નથી કે આ વિચાર ક્યાંથી લાવ્યા છે, આ બાર ઇમમોની માન્યતા શીયા લોકોની છે અહલે સુન્નત વલજમાતની નથી, એ મોમિન મુનાફિકો! (એ મુનાફિકો! જેમને ઈમાનનો દાવો છે) તમે કેવી અચરજભરી માન્યતાઓ દિલમાં લઈને ફરો છો? જેવી રીતે તમે ગણાવો છો એ પ્રમાણે તો શીયા પણ નથી માનતા ભલે આ તેમનો જ અકીદો છે.”
(મકતૂલનામા દોમ,બયાન:૨૫૪/૫૬૧,શેર:૭-૧૨)

આ જ કારણે હઝરત પીર મશાઇખરહએ પોતાના દીવાનનું એક પ્રકરણ ખુલફાએ રાશિદીન નામે લખ્યું છે જેમાં ખુલફાએ રાશિદીનનો મહિમા તેમજ તેમની સાથે પ્રેમનું મહત્ત્વ અને ખિલાફતની ક્રમિકતા રજૂ કરી છે અને પછી મેળમેળાપની અને ગલત આમંત્રણની અસર આ પણ હતી કે અહલે બૈતના બુઝુર્ગો વિશે તેમનામાં હદપાર અંધશ્રદ્ધા બેસી ગઈ હતી તો આપે આ બઝુર્ગોનું જે હકીકી સ્થાન છે તેની વાસ્તવિકતાથી વાકેફ કરવા માટે અને ખાસ કરીને અમુક કારણોસર કરબલાની ઘટનાથી માહિતગાર કરવા માટે મકતૂલનામા અવ્વલ અને દોમ લખ્યું જેમ કે હઝરત પીર મશાઇખરહ મકતૂલનામા લખવાનું કારણ બતાવતાં લખે છે:
“મેં મકતૂલનામામાં ઇમામોની ઘટનાઓ લખી છે, કારણ એ છે કે શીયા આ ઘટનાઓને અતિ-પ્રેમ સાથે પઢે છે અને અહલે સુન્નત વલજમાત શીયાવાદથી બચવા માટે તેના તરફ ઓછું ધ્યાન આપે છે તો જ્યારે કોઈ સામાન્ય માણસ કોઈ શીયા લોકોથી આ ઘટનાઓ સાંભળે છે તો તેમને સાચી માનવા લાગે છે એટલા માટે મેં આ મકતૂલનામું લખ્યું છે.
(મકતૂલનામા અવ્વલ,બયાન:૨૧,શેર:૫-૯)

“અને એક કારણ આ પણ હતું કે આ દેશમાં રાફઝી મોટી સંખ્યામાં રહે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે અને હું ગ્રામીણોની વચ્ચે કામ કરી રહ્યો છું અને અમુક તો દૂર ગામડાઓમાં રહે છે તેથી રાફઝી ગામે ગામે ફરીને એમને દગો આપતા રહે છે તેથી જો મકતૂલનામા ન લખત અને સંપૂર્ણ કહાની ગુપ્ત રાખત તો રાફઝી ગ્રામીણોને બતાવત કે ઇમામોને આ રીતે કતલ કરવામાં આવ્યા હતા તો ગ્રામીણ આશ્ચર્યચકિત થઈ જાત અને પછી તેમની સાથે સંબંધ બનાવી લત અને તેઓ સમજત કે પીર સાહેબ આ વિશે કશું નથી જાણતા અને રાફઝીઓને મોટા જાણકાર સમજત, પછી મારાથી સંબંધ તોડીને રાફઝીઓ સાથે જોડાઈ જત અને તેમની વાતો પર ધ્યાન આપત પછી રાફઝી જે પ્રમાણે ચાહતા એવી વાતો તેમને બતાવતા અને કહાનીઓમાં જૂઠ ભેળવતા.”
(મકતૂલનામા અવ્વલ,બયાન:૨૨)



