કૂતરા કરતાં વધુ ખરાબ અને ઝેરીલો સાપ
May 7, 2024સફળતાના રસ્તાનો પંથી બની જા
May 7, 2024દીવાનના ગઝ્વાત નામક ભાગમાં ગઝ્વએ બદરની ઘટનાઓ લખ્યા પછી તેમને મરણ તેમજ મરણોત્તરની પરિસ્થિતિથી ડરાવતાં ને ઇસ્લામનું આમંત્રણ આપતાં હઝરત પીર મશાઇખરહ લખે છે:
“એ ગાફેલ! તું સાવધ થઈ જા, જો તો ખરો, દીન કેવું મજબૂત છે, તું દિલથી દીન સાથે પ્રેમ કર, સાંભળી લે તું કબરમાં એકલો જશે, ન ભાઈ સાથે આવશે ન મા-બાપ, તું પોતે જોવે છે કે મૃતક એકલો જ દફન થાય છે, તું જયારે કબરમાં એકલો હોઈશ ત્યારે મુનકર-નકીર તને સવાલ કરવા માટે આવશે, તેઓ તને પયગંબર અને રબ વિશે પૂછશે તેઓ કશું બોલશે નહીં, તો દીનની આ પદ્ધતિ છે, કોઈ આબરૂ દ્વારા બચી શકશે નહીં, તું મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)નું દીન પ્રાપ્ત કર, જો, ગઝવોમાં કેવી રીતે દીન માટે ભાઈ ભાઈ સામે લડ્યો અને બેકરાર થઈને એક-બીજાને કતલ કર્યા, જ્યારે નબી (સ.અ.વ.)ના કાકો જંગના મેદાનમાં કેદ થયા તો બીજાઓની શી વાત? અને બીજા ખાનદાનના લોકો પણ કેદ થયા અને તેમને કતલ કરવામાં આવ્યા જો આબરૂ લાભદાયક હોત તો આ લડી ન મરત, જ્યારે આપ (સ.અ.વ.)ના જમાનામાં આ આદેશ હતો તો હવે કેવી રીતે બદલાઈ શકે છે?”
“એ ગાફેલ! તું કેવી રીતે મુસલમાન કહેવાય? તું દીનના અમુક આદેશોનું પાલન કરે છે અને અમુક છોડી દે છે તું વાસ્તવમાં કાફિર અને મુનાફિક છે છતાં પોતાને મોમિન કહે છે, શું આવું ક્યાંય થાય છે કે એક શરીરનાં બે નામ હોય? તો પછી તું દીનમાં આવું કામ કેમ કરે છે? તું આ નસીહત સાંભળીને કેમ નથી જાગતો, જો તું આ ચૂકી ગયો તો ઈમાન ગુમાવશે.”
(ગઝ્વાત,બયાન:૨૩)




