મુનાફિક (પાખંડી) કોણ ?
April 1, 2024સમાજસુધારાની રીત
April 1, 2024હઝરત પીર મશાઇખે પોતાના દીવાનમાં કોમની સુધારણા માટે આને વિવિધ રીતે સમજાવ્યું છે, ક્યારેક સાચા દીનની દુરસ્ત તાલીમથી લોકોને વાકેફ કરે છે તો ક્યારેક એક શુભેચ્છક તબીબ તરીકે તેની બીમારીઓથી માહિતગાર કરી ઇલાજની પદ્ધતિ પણ નક્કી કરે છે.
અતઃ આપે પોતાના સમકાલીન લોકોમાં -જે ગમે તે દરજ્જામાં અલ્લાહ અને તેના રસૂલને માનતા હતા- આ બીમારીઓનું નિદાન કર્યું હતું.
જે સાચા મોમિન હતા તેમાં અજ્ઞાનતા એટલી હદે હતી કે પ્રતિક્ષણ તેમની ગુમરાહીનો ખતરો રહેતો હતો, તેથી જ તેઓ કુફ્ર અને શિર્ક (બહુદેવવાદ) જેવી બીમારીઓમાં ફસાયેલા હતા.
મુનાફિકો અને સતપંથીઓમાં જે આધ્યાત્મિક બીમારીઓ બતાવી છે તે નીચે પ્રમાણે છે.
તેમનામાં જ્યોતિ:શાસ્ત્ર પ્રચલિત હતું, તેમણે છ જુદા જુદા ધર્મોમાંથી થોડું થોડું લઈને એક નવો ધર્મ બનાવ્યો હતો, બીજા શબ્દોમાં કહીએ તો જે તરફ હવા ચાલતી એ તરફ ફરી જતા, નફસાની ખ્વાહેશ અને પોતાની સહેલાઈ માટે તૌરાત અને ઇંજીલની વાતો પર પણ અમલ કરી લેતા હતા, મૂર્તિપૂજાથી પણ બચતા નહતા, એક પહાડની પૂજા માટે રાજપીપળામાં જતા હતા અને અસહાબે કહફની મૂર્તિઓ બનાવી લોકોને ગુમરાહ કરતા હતા, હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના નસબનામામાં અવતાર માનતા હતા, એ પણ સૂવરના રૂપમાં અને પછી તેની પૂજા પણ કરતા હતા, ભાગ્યના બહાને અમલથી પાછી પાની કરતા હતા, તે લોકો ધંધાદાર હતા અને આર્થિક રીતે સારી પરિસ્થિતિમાં હતા તેથી ગરીબ મુસલમાનોને ગુમરાહ કરવા તેમના માટે સરળ હતું અને આ દુષ્કર્મમાં સપડાયેલા પણ હતા બલ્કે આ હેતુ માટે હદીષો પણ ઘડતા હતા, નૈતિક રીતે પણ ઘણી બીમારીઓમાં ફસાયેલા હતા, બાળમૈથુન (બાળકો સાથે દુષ્કર્મ) કરતા હતા, પોતાની પત્નીઓ એક બીજાને ત્યાં મોકલતા હતા, શરાબ પીતા હતા અને વ્યાજખોરી પરાકાષ્ઠાએ હતી, હશરોનશર (મરણોત્તર જીવન)નો ઇનકાર કરતા હતા અને પોતાના આગેવાનને મુલહમ (ઈશ્વર તરફથી હૃદયમાં વાણી અવતરિત થતી હોય તેવા બુઝુર્ગ) પણ માનતા હતા.
શીયાવાદ અને રાફઝીવાદ સિવાય શીયા જમાતની નૈતિક પડતીનું પણ ખંડન કર્યું છે જેની વિગત આગળ ખંડન સાથે ઉલ્લેખવામાં આવશે.
