સૈયદ રહમતુલ્લાહ
March 28, 2024સૈયદ અબુલ હસન
March 28, 2024સૈયદ મશાઇખ સૈયદ રહમતુલ્લાહના પુત્ર હતા. મોમિન કોમના અમુક લોકો આપને લાહોરથી ગુજરાત લાવ્યા હતા. પછી આપ અમદાવાદની નજીક કડી નામક ગામના એક મહોલ્લામાં રહેવા લાગ્યા હતા. તે જ કારણસર આ મહોલ્લો સૈયદપુરા તરીકે જાણીતો હતો. પછી મોમિન કોમના ઘણા લોકો આપની અકીદતમાં અહીં વસી ગયા તેથી બાદમાં તેનું નામ મોમિનપુરા રાખવામાં આવ્યું.
(મકતૂલનામા દોમ, બયાન:૨૭૨)

કોમ સૈયદ મશાઇખને પોતાને ત્યાં લઈ તો આવી પરંતુ આપનો ઉપદેશ સ્વીકારતી નહતી તેથી નિરાશ થઈ વતન પરત ફર્યા પરંતુ હજુ દિલ્હી પહોંચ્યા હતા ને કોઈએ આપને ઝેર આપી દીધું જેથી દિલ્હીમાં આપનું અવસાન થઈ ગયું અને જુની દિલ્હીમાં આપની કબર છે.
(મકતૂલનામા દોમ, બયાન:૨૭૩)

