સંપાદકીય | મુહમ્મદ ઇમરાન નદવી
March 28, 2024દીવાને મશાઇખ પર કામની જરૂરત
March 28, 2024અંશતઃ હઝરત પીર મશાઇખ (રહ.) અને આપના લખાણો પ્રત્યે કોમની અકીદત અને પ્રતિબદ્ધતા અને અંશતઃ આપની આધ્યાત્મિકતાની અસરના કારણે આ દીવાને કોમના સુધારામાં આગવી ભૂમિકા ભજવી છે, હઝરત પીર મશાઇખ (રહ.)ના સમયમાં પણ અને પછીના સમયમાં પણ, આપના બાદ જ્યારે કોમ ફરી એક વખત અજ્ઞાનતા, શીયા-રિવાજો અને દુનિયા-પ્રેમી પીરોનો ભોગ બની ત્યારે ગુમનામ દાઈ પરંતુ મહાન સુધારક હઝરત મૌલાના નઝીર મિયાં સાહેબ પાલનપુરી રહ. (૧૮૮૩-૧૯૬૬ ઈસવી)એ આ દીવાન વડે મોમિન કોમમાં સુધારણા અને ધર્મ-પ્રચારનું કામ કર્યું, આપ સલાહ-સૂચન, ધર્મના પ્રચાર-પ્રસાર અને સુધારણા તેમજ માર્ગદર્શનનાં અન્ય માધ્યમો સહિત આ માધ્યમનો પણ ઉપયોગ કરતા હતા. કોમના જે લોકો દીવાને મશાઇખ પઢી શકતા હતા તેમની પાસે દીવાન પઢાવતા અને પછી તત્કાલીન સરળ ભાષામાં તેને સમજાવતા હતા જેથી કોમને એ હકીકતની જાણ થઈ કે દીન તો આ છે, દુનિયા-પ્રેમી પીર જેનું આમંત્રણ આપે છે તે દીન નથી, આપના જીવનચરિત્રના લેખક લખે છે:
“જ્યારે હઝરત મૌલાના પોતાના સ્થાને રહેતા, ત્યારે મોમિન કોમના અમુક સભ્યો માટે ઈશાની નમાઝ પછી પોતાની મસ્જિદમાં સૂવાની વ્યવસ્થા ફરમાવતા, ખાસ બિસ્તર મસ્જિદની સીડી પર પડ્યું રહેતું જેથી ઓચિંતા આવનારા મહેમાનોની ખિદમત કરવામાં આવે અને પછી રાતભર પીર મશાઇખનાં પુસ્તકો પઢાવીને તેનો અર્થ સમજાવતા અને તેમની માનસિકતા બદલી નાખતા હતા. હાજી મુહમ્મદ અઝીમખાન સાહેબ ગોલા અંદાજ કહે છે: હઝરત મૌલાનાએ મોમીન કોમની પાછળ ખૂબ મહેનત કરી છે, તેઓ ક્યારેય નિરાંતે નિદ્રા લીધી નથી. ઈશાની નમાઝ પછી તેઓ મોડી રાત સુધી પીર મશાઇખની કિતાબો પઢાવતા અને તેનો અર્થ સમજાવતા, હઝરત મૌલાનાના અસહ્ય પ્રયાસોના કારણે મોમિન કોમમાં એક આધ્યાત્મિક ક્રાંતિ ઉત્પન્ન થઈ અને તેઓ સાચા માર્ગ પર આવ્યા.”
(સવાનિહે નઝીરી (નવી આવૃત્તિ) પાન:૧૭૬)
“અન્ય એક પ્રસંગે, આ દીવાન દ્વારા હઝરત મૌલાના (રહ.)ના પ્રચાર-પ્રસારના પ્રયાસો અને આ દીવાનને નષ્ટ કરવાના વિરોધીઓના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં તેઓ લખે છે કે “હઝરત મૌલાનાને જ્યારે ખબર પડી કે આ કોમની નસ-નસમાં પીરોનો પ્રેમ વસી ગયો છે, તેથી પીર મશાઇખ (રહ.) પ્રત્યે પ્રેમનું શીર્ષક લગાવી કામ શરૂ કર્યું અને તેમના જ પુસ્તકોને પ્લેટફોર્મ બનાવીને તેમણે કોમને સીધા માર્ગે દોરી, હઝરત મૌલાના (રહ.)એ જ્યારે મોમિન કોમ અને તેમના આગેવાનો સાથે ધાર્મિક ચર્ચા શરૂ કરી અને તેમનામાં ધર્મ-પ્રચારનું કામ શરૂ કર્યું. તો સમગ્ર મોમિન કોમને હઝરતની વાતો નવી લાગી, જેથી આપે પીર મશાઇખ (રહ.)નાં પુસ્તકો પુરાવા તરીકે રજૂ કર્યાં. જેને જોઈને કેટલાક ન્યાયી લોકોએ હઝરતની વાત પર ધ્યાન આપ્યું અને સીધા માર્ગે આવવા લાગ્યા. બીજી બાજુ, શાસનના ભૂખ્યા લોકો ખાસ કરીને પીરોને આ કામ સખત ભારે પડવા લાગ્યું તો પીર મશાઇખ (રહ.)ની કિતાબોને નષ્ટ અને વિકૃત કરવાનું નક્કી કર્યું, કેટલીક જગ્યાએથી કિતાબો મંગાવીને કૂવામાં નાખી દીધી, કેટલીક જગ્યાએ પીરોનાં ફરમાન જાહેર થયાં કે આ કિતાબો જમા કરાવી દેવી; ખેર, કિતાબોને નષ્ટ કરવાના પ્રયાસો ચાલુ રહ્યા. હઝરત મૌલાના તેમના ષડયંત્રોથી અજાણ ન હતા, માટે, આપે પોતાના અમુક મિત્રોનું ધ્યાન તેની તરફ દોર્યું અને મુંબઈમાં આ પુસ્તકોના પ્રકાશનની વ્યવસ્થા કરી જેથી વિરોધીઓ હિંમત હારી ગયા અને તેમના પ્રયાસો બેકાર થઈ ગયા.”
(સવાનિહે નઝીરી (નવી આવૃત્તિ) પૃ.૧૯૮,૧૯૯)
અને અલ્લાહની કૃપા બાદ હઝરત મૌલાના (રહ.)ના પ્રયાસો અને કિતાબની આધ્યાત્મિકતાના કારણે કોમને માર્ગદર્શન મળ્યું અને આજે કોમમાં અહલે સુન્નત વલજમાતનો દર પંચાસી પ્રતિશત છે.
