અગિયારમી સદી હિજરીમાં મોમિન કોમની ધાર્મિક દુર્દશા
April 1, 2024ઇહ્યાઉલ ઉલૂમ જેવો દીવાન નસીબ થાય
April 1, 2024હઝરત પીર મશાઇખ (રહ.)એ પોતાની કિતાબોમાં વિશેષ રીતે દીવાનમાં જે લોકોને સંબોધ્યા છે તેમના ત્રણ વર્ગ છે.
ઈમાનવાળા:- જે હઝરત પીર મશાઇખ (રહ.) અને આપના પૂર્વજો પ્રતિ પ્રેમ રાખતા હતા, તેમણે તે બુઝુર્ગો દ્વારા જે દીનની વાતો મેળવી હતી તેમને સ્વીકારી તેમના પર અમલ કરતા હતા, પરંતુ કેમ કે તે લોકો અજ્ઞાની હતા તેથી ગુમરાહ થવાની શંકા રહેતી હતી અને ગેરમાર્ગે દોરનાર લોકો ગામડે ગામડે જઈ તેમણે ગુમરાહ કરવાના પ્રયત્નો કરતા હતા જ્યાં પીર સાહેબ પહોંચી શકતા નહતા અને હઝરત પીર મશાઇખ (રહ.) એકલા ક્યાં ક્યાં પહોંચી શકે.
(મકતૂલનામા અવ્વલ,બયાન:૨૨,શેર: ૪,૫)

તો આપે તેમની ભાષામાં સરળ શૈલીમાં દીવાન લખીને તેમને સોંપી દીધો જે તેમની જરૂરત માટે પર્યાપ્ત હતો માટે જ્યારે આપે દીવાન લખવાની શરૂઆત કરી તો અલ્લાહ તઆલા સમક્ષ પોતાના દીવાન માટે વ્યાપકતા અને તાસીરની દુઆ માંગતાં લખ્યું છે.
