છ ધર્મોનું મિશ્રણ સતપંથ
May 5, 2024રાજપીપળાના પર્વતના પૂજારી
May 5, 2024છ રુખવાળા લોકોએ જે ધર્મોમાંથી ચૂંટીને પોતાનો એક નવો ધર્મ બનાવ્યો હતો તે પૈકી ખ્રિસ્તી અને યહૂદી ધર્મ પણ હતા કે તૌરાત અને ઇંજીલમાંથી જે બયાન તેમને પસંદ આવતા તે લઈ આવતા અને પછી કહેતા હતા કે આ પણ અલ્લાહ તરફથી અવતારિત થયેલ કિતાબો છે અને તેની વાણી છે, આને સરળ અંદાજમાં સમજાવતાં લખે છે:
“હે ચોર! બતાવ તું કેવી રીતે મોમિન કહેવાય તૌરાત અને ઇંજીલ પર કોણ અમલ કરતું હતું તું કોના તરીકા પર અમલ કરે છે? તું કેમ નથી બતાવતો? શું અલ્લાહના પયગંબર આ કિતાબોનાં બયાન પઢતા હતા? કે પછી ખુલફાએ રાશિદીન અને અન્ય સહાબાએ કિરામ આને પસંદ કરતા હતા ? તો પછી આ રીત તારી પાસે ક્યાંથી આવી? તું જવાબ આપી શકે છે કે આ પણ અલ્લાહની વાણી છે, એ તો અમે પણ માનીએ છીએ કે આ અલ્લાહની વાણી છે એ તો પોતે અલ્લાહના પયગંબરે બતાવ્યું છે કે જ્યારે કોઈ યહૂદી તૌરાત પઢે તો કહો તેની બધી આયતો કલામે રબ્બાની છે, અમે આ નબવી ફરમાનને સાચું માનીએ છીએ, પરંતુ આ કિતાબોમાં જે શરિયત અને અહકામ બયાન કરવામાં આવ્યાં છે અલ્લાહ તઆલાએ તેનાથી મનાઈ કરી છે અને તેના બદલે અમને કુર્આને કરીમ આપ્યું છે, તો તેનો જવાબ સ્પષ્ટ અને સરળ છે, નાનું બાળક પણ સમજી શકે છે અને જવાબ સાંભળીને તું પોતે ફેસલો કરી લેજે કે તું કાફિર થયો કે નહીં, વાસ્તવમાં તું મોમિન છે જ નહીં, શું કોઈ માણસ ફિરંગીને મોમિન કહે છે ? તું જવાબ સાંભળ હઝરત આદમ (અ.સ.)ને પહેલાં એક શરિયત આપવામાં આવી હતી અને તે સમયે આ શરિયત મુજબ અમલ કરવું જરૂરી હતું અને પછી આપ (અ.સ.)ના બાદ બીજા પયગંબરને બીજી શરિયત આપવામાં આવી તો પહેલી કિતાબ અમાન્ય કરી દેવામાં આવી, તું આ પ્રમાણે પણ સમજી શકે છે, પોતાની આંખો ખોલ, આ બાબતે તારા માટે બોલવાની કોઈ ગુંજાઇશ નથી કે પહેલાં મૂસા (અ.સ.) તૌરાત લઈને આવ્યા તો આપ (અ.સ.)ની ઉમ્મત યહૂદી કહેવાઈ અને પછી ઈસા (અ.સ.) ઇંજીલ લઈને આવ્યા તો ઘણા યહૂદીઓ આપ (અ.સ.) પર ઈમાન લાવીને આપ (અ.સ.)ની ઉમ્મત બની ગયા અને તેમને ખ્રિસ્તી કહેવાય છે, જુઓ, આ ખ્રિસ્તીઓ હઝરત ઈસાની લાવેલી કિતાબ ઇંજીલ પઢે છે, જો હઝરત ઈસા (અ.સ.) તૌરાતનાં અહકામ અને શરિયત પસંદ કરત તો ખ્રિસ્તીઓ પણ હજુ સુધી તૌરાત પઢત, પરંતુ જ્યારે હઝરત ઈસાએ તૌરાત મનસૂખ કરી દીધી તો ખ્રિસ્તીઓએ તૌરાતને હાથ પણ નહીં લગાવ્યો અને તમામ કિતાબોની આ જ સ્થિતિ છે કે પહેલા પયગંબરની શરિયત મનસૂખ કરી દેવામાં આવી અને બાદમાં આવનારા પયગંબરની શરિયત લાગુ કરવામાં આવી, નહીંતર અલ્લાહ તઆલા એક જ કિતાબ મોકલત અને બધા પયગંબરોને તેના મુજબ આદેશ આપત, જુઓ, અંબિયાએ કિરામ અલગ અલગ કિતાબો લઈને આવ્યા હતા અને પહેલી શરિયતોને મનસૂખ કરી દેવામાં આવી હતી.”
(ઈમાન દોમ,બયાન:૧૯૮૩)




ખ્રિસ્તી અને યહૂદી જે અહલે કિતાબ કહેવાય છે તે પોતાની કિતાબો પર અમલ નથી કરતા, તેઓ તેના આદેશ તોડે છે, તેમની કિતાબોમાં આપણા નબીનું નામ ઘણી જગ્યાએ લખેલું છે, જે યહૂદી વિદ્વાન તૌરાત પઢતા હતા જ્યારે તેમણે આપ (સ.અ.વ.)ને પોતાની નજરે જોયા તો મૂસા (અ.સ.)ના ઉમ્મતી હોવા છતાં સાચું ઈમાન લઈ આવ્યા, તેમનામાં અમુક લોકો ઈમાન નહોતા લાવ્યા જેવી રીતે મગના દાણોમાં કાંકરા પણ હોય છે અને ખ્રિસ્તીઓની પણ આ સ્થિતિ છે જે રૂમમાં રહે છે તે આપ (સ.અ.વ.) પર ઈમાન લઈ આવ્યા હતા જે રોમન કહેવાય છે અને તરીમાં (સમુદ્રના તટ પર) રહેનારા અને ફિરંગી ટોપી પહેરનારા ખ્રિસ્તીઓ જેમણે પોતાની કિતાબ નહીં સ્વીકારી તો એમણે અમારા નબીની ખૂબી પણ સ્વીકારી નહીં, બદદીનો! સાંભળો, અહલે કિતાબ જૂઠા છે અને મનમાન્યો મસ્લક અપનાવે છે અને તું તો પથ્થરોની પૂજા કરે છે કોઈ પણ નબીએ આ કામ નથી કર્યું તો પછી તું કેમ પથ્થરોની પૂજા કરે છે? શું ખ્રિસ્તી આને સાચું માને છે તું જલ્દી જવાબ આપ, જો તું એ ખ્રિસ્તીઓ અને યહુદીઓની વકાલત કરે છે અને તેઓ તો જૂઠું બોલે છે અને સાચા માર્ગેથી ભટકી ગયેલા છે.”
(ઈમાન દોમ,બયાન: ૧૯૮૪)





