ચાર ખલીફાઓનો દુશ્મન ફિટકારને પાત્ર છે
May 8, 2024જો ઉમ્મતી બનવું હોય તો ચારયારો જેવાં કામ કરો
May 9, 2024અને જે આ બુઝુર્ગોમાંથી કોઈની સાથે પણ દુશ્મની રાખશે તેને હૌઝે કૌષરમાંથી પાણી મળશે નહીં બલ્કે તરસ્યો ધુતકારી દેવામાં આવશે, હઝરત પીર મશાઇખ તે બુઝુર્ગોનો મહિમા દર્શાવતી હદીષો વર્ણવતાં લખે છે:
“નબીએ કરીમ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે કે હૌઝે કૌષરના ચાર ખૂણા ચાર ખુલફાને સુપરત કરવામાં આવશે, પ્રથમ હઝરત અબૂબક્ર (ર.અ.)ને, બીજો હઝરત ઉમર (ર.અ.)ને ત્રીજો હઝરત ઉસ્માન (ર.અ.)ને અને ચોથો હઝરત અલી (ર.અ.)ને સોંપી દેવામાં આવ્યો છે, આ રીતે ચારેય ખૂણા ચાર સહાબાની દેખરેખ હેઠળ કરી દેવામાં આવ્યા છે.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૬/૯૩૭,શેર: ૬-૧૦)

હૌઝે કૌષર ખુલફાએ રાશિદીનની દેખરેખમાં હશે તેથી જે હઝરત અબૂબક્ર (ર.અ.)નો દુશ્મન હશે તો હઝરત ઉમર (ર.અ.) તેને પાણી આપશે નહીં, જે હઝરત ઉમર (ર.અ.)નો દુશ્મન હશે તો હઝરત અબૂબક્ર (ર.અ.) તેને પાણી પિવડાવશે નહીં, જેને હઝરત ઉસ્માન (ર.અ.) સાથે દુશ્મની હશે તો હઝરત અલી (ર.અ.) તેને પાણી આપશે નહીં અને જેણે હઝરત અલી (ર.અ.) વિશે વેર રાખ્યું તો હઝરત ઉસ્માન (ર.અ.) તેનાથી પાણી રોકી દેશે, ખેર, જે ચારેય પૈકી કોઈ એકનો દુશ્મન હશે તે આ હૌઝનું પાણી મેળવી શકશે નહીં આ ચારોમાં પરસ્પર એવો પ્રેમ છે જે પ્રમાણે તેઓ નબી (સ. અ.વ.) સાથે મિત્રતા ધરાવે છે, તેમના નામ સાથે અમીરુલ મોમિનીન અને રઝિયલ્લાહુ અન્હુ કહો.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૮/૯૩૮)


