અભિપ્રાય – (હઝરત મુફ્તી) મુહમ્મદ અમીન (સાહેબ) પાલનપુરી
January 30, 2024અભિપ્રાય – (મૌલાના) સનાઉલ્લાહ (સાહેબ) રસૂલપુરી
February 7, 2024અભિપ્રાય
અલ્લાહ તઆલાએ મનુષ્યોના માર્ગદર્શન કાજે અનુક્રમશઃ અંબિયાએ કિરામને મોકલ્યા જેમાં અંતે અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) આવ્યા અને આપે ફરમાવ્યું
أنا خاتم النبيين لا نبي بعدي
(તિર્મિઝી અન સૌબાન) પયગંબરીની પરંપરા બંધ થઈ ગઈ છે અને હવે આ કામની જવાબદારી વિદ્વાનોના શિરે રાખવામાં આવી છે અને તેમને નબીઓના વારસદાર નિયુક્ત કરવામાં આવ્યા છે. અલ્લાહની કૃપાથી સમયના અવરોહઆરોહ સાથે વિદ્વાનોએ દરેક યુગમાં આ જવાબદારી નિભાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કર્યો છે જે ક્યારેક હદીષશાસ્ત્રી તરીકે, ક્યારેક મુજ્તહિદ (મનોમંથન કરી ઇસ્લામિક ધારાશાસ્ત્ર માટે નિયમ બતાવનાર) તરીકે, ક્યારેક નવીનીકરણ-કર્તા અને સુધારક તરીકે સામે આવ્યા અને તેમણે દીનની સુરક્ષા માટે એક ક્ષણ પણ વ્યર્થ નથી જવા દીધી, અમારો આ વિસ્તાર કહેવાનો પાલનપુર છે પરંતુ વિવિધ જિલ્લાઓ ધરાવે છે જેમાં વિવિધ સમુદાયો વસે છે ખાસ કરીને મોમિન કોમ જે પોતાના વિશિષ્ટ ગુણોના કારણે અગ્રિમ સ્થાન ધરાવે છે, મહાન ધર્મ પ્રચારક પીર કબીરુદ્દીન (રહ.)ના પ્રયાસોથી ઈમાન લાવી, સમય જતાં ફરી પાછો અજ્ઞાનતાના કાદવમાં ફસાઈ ગઈ, અલ્લાહ તઆલાએ કૃપા કરી અને હઝરત પીર મશાઇખ (રહ.)ના રૂપમાં એક નવીનીકરણ-કર્તાને મોકલ્યા જેમણે શરઈ જ્ઞાનને ગુર્જરી ભાષામાં ભાષાંતર કરીને લોકોને સમજાવ્યા, પરિણામે દીવાને મશાઇખને મોમિન કોમમાં સંદર્ભનો દરજ્જો પ્રાપ્ત થયો અને બાદના સુધારકો માટે દીવાને મશાઇખ સ્વર્ણિમ અને મહત્ત્વપૂર્ણ કડી સિદ્ધ થયું, અતઃ લગભગ બસો વર્ષ પછી જ્યારે મોમિન કોમ ફરી એક વખત અનાડી નાવિકો અને દુનિયાપ્રેમી પીરોની જાળમાં ફસાઈને સીધા માર્ગેથી હટી ગઈ અને જાતજાતની બિદઅતો અને કુરિવાજોમાં એ રીતે ખોવાઈ ગઈ કે તેને માથું ઊંચું કરી સત્ય તેમજ સત્યના પ્રચારક તરફ જોવાની ફુરસદ ન હતી, પરંતુ તેમને દીવાને મશાઇખ સાથે જે ભાવુકતાપૂર્ણ સ્નેહ અને શ્રદ્ધા હતી તેને સામે રાખીને અમારા આદરણીય દાદા અને મોમિન કોમના સુધારક તેમજ ઉપકારી હઝરત મૌલાના મુહમ્મદ નઝીર મિયાં સાહેબ (કુદ્દિસ સિર્રુહૂ) (૧૩૦૦ હિ-૧૩૫૮ હિ)એ ખૂબ સુધારાનું કાર્ય કર્યું, અને હઝરત પીર મશાઇખ (રહ.)નાં પુસ્તકો વડે વિશેષ રીતે કોમના મુખિયા લોકોને અને સામાન્ય રીતે સંપૂર્ણ સમુદાય પર પરિશ્રમ કરીને સત્ય વિશે પરિચિત કર્યા, ત્યાં સુધી કે જ્યારે વિરોધીઓએ હઝરત પીર મશાઇખ (રહ.)નાં પુસ્તકો નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો તો આપે પોતાના સંબંધીઓ વડે એ પુસ્તકોનું પ્રકાશન કરાવ્યું અને આ માર્ગદર્શન પૂરું પાડતી સામગ્રીને સુરક્ષિત કરી દીધી, સંભવિત છે કે અલ્લાહ તઆલા હજુ વધુ માર્ગદર્શનનું કામ લે.
لعل الله يحدث بعد ذلك امرا
હઝરત પીર મશાઇખ (રહ.)નો મુબારક જન્મ ૧૪ રબીઉલ અવ્વલ ૧૦૬૦ હિજરીમાં થયો નવ વર્ષની ઉંમરે આદરણીય પિતાની શહાદતની દુઃખદ ઘટનાને કારણે પિતૃ-પ્રેમથી વંચિત થઈ ગયા, આ દુઃખદ ઘટનાએ આપના જીવનમાં ઊંડી અસર કરી, મોમિન કોમ જે આપના પિતાની શ્રદ્ધાળુ હતી એમણે હવે આપ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને આપની શ્રદ્ધાળુ બની ગઈ, કોમની દશા એવી હતી કે તે અજ્ઞાનતા, દુષ્કર્મો તથા વિવિધ કુરિવાજોમાં લીન હતી હઝરત પીર મશાઇખ (રહ.) કોમની હીનતા, મજબૂરી અને દુર્દશાને જોઈ મનોમન વ્યથા અનુભવતા હતા પરંતુ એનો કોઈ ઉકેલ સમજમાં નહોતો આવતો, આ પ્રાચીન બીમારી માટે આપે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કર્યો પરંતુ અસરકારક નીવડી ન શકી, આપ એવી યોજનાની શોધમાં હતા જે આવર્તમાં ફસાયેલી નાવને સમુદ્રતટ સુધી પહોંચાડી દે અને ગુમરાહ લોકોને સીધા માર્ગે દોરી લાવે, છેવટે આપે વૃદ્ધાવસ્થામાં એટલે ૧૦૮૦ હિજરીમાં જ્ઞાન-પ્રાપ્તિ તરફ ધ્યાન આપ્યું એમ સમજીને કે કોમના સુધારા અને ઉત્કર્ષ માટે કોઈ કારગત અને અસરકારક કાર્યશૈલી હોઈ શકે છે તો તે કિતાબ અને સુન્નતનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના અશક્ય છે,
ان اللہ يرفع بهذا الكتب اقواما ويضع به آخرین ( مسلم)
આપ જ્યારે પ્રચલિત ધાર્મિક શિક્ષણથી સ્નાતક થઈ ગયા તો આપને પૂર્વજો તરફથી જે કૌટુંબિક માન-સન્માન મળ્યું હતું તે કુર્આન અને હદીષનું જ્ઞાન પ્રાપ્ત કરવાને કારણે બમણું થઈ ગયું હતું, આ મહાન પદ પર બિરાજમાન થઈને સત્યવાંછુ લોકોની વાંછના પૂરી કરી તો બીજી બાજુ પોતાની પિતૃભૂમિ અને તેના આજુબાજુના વિસ્તારમાં અજ્ઞાનતા અને ગુમરાહીમાં ફસાયેલી કોમને સીધા માર્ગે લઈ આવ્યા, સારાંશ એ છે કે કોમની નાવ આવર્તમાં ફસાયેલી હતી અને કોઈ નાવિક નહોતો દેખાતો જે નાવને સમુદ્ર તટ સુધી પહોંચાડી દે, હઝરત પીર મશાઇખ પોતે આગળ વધે છે અને આપ ઉચ્ચ નસલ સાથે સંબંધ તેમજ ઉચ્ચ શિક્ષણ ધરાવનાર હોવા છતાં કોમના સ્વભાવ અને માનસને સમજીને હઝરત અલી (ર.અ.)ના કથન
“کلموا الناس على قدر عقولهم”
મુજબ શૈક્ષણિક ભાષા તેમજ સૂક્ષ્મ વર્ણન છોડીને અને દિવ્ય પ્રેમમાં તલ્લીન થઈને એક એવો લાગણીપ્રેરક રાગ અલાપે છે જે દીવાને મશાઇખના રૂપમાં પ્રગટ થાય છે અને તે કોમને માટે અતિપ્રિય બની જાય છે અને સંપૂર્ણ કોમ મશાઇખી મોમિન નામથી ઓળખાય છે, આ હઝરત પીર મશાઇખ (રહ.)ની નિષ્ઠા અને કોમ પ્રતિ તેમની કૃપાભરી ભાવનાઓ તેમજ અલ્લાહ તઆલા સાથે ગાઢ સંબંધનું પરિણામ છે, અલ્લાહ તઆલા તેમને પોતાની કૃપામાં તરબોળ ફરમાવે અને સંપૂર્ણ કોમ તરફથી તેમને શ્રેષ્ઠ બદલો અર્પણ કરે. જામિઆ નઝીરિયા કાકોશીના મોહતમિમ જનાબ મૌલાના યાસીન સાહેબ દા. બ.ની દૂરદર્શિતા અને ઉસ્તાદે તફસીર વ અદબ જનાબ મૌલાના મુહમ્મદ ઇમરાન નદવી (વાધણા) અને ગુજરાતી અનુવાદક મૌલવી અહમદ કોઈટા (પટણી)ના પ્રયાસોએ ઉમ્મતની આ અમૂલ્ય પૂંજીને વ્યર્થ થવાથી બચાવી લીધી فلله الحمد على ذلك હઝરત મોહતમિમ સાહેબ, સંપાદક અને અનુવાદક આ ઉત્તમ પરિશ્રમ બદલ સરાહનીય છે.
દુઆ છે કે સાર્વજનો માટે આ પુસ્તક લાભદાયી નીવડે અને અલ્લાહના દરબારમાં સ્વીકૃતિની ભેટ પ્રાપ્ત કરે.
વસ્સલામ
(મૌલાના) અબ્દુલ કૂદ્દૂસ (સાહેબ નદવી) ઉફિય અન્હુ પાલનપુરી
