સૈયદ મશાઇખ
March 28, 2024સૈયદ ઝૈનુદ્દીન
March 28, 2024સૈયદ અબુલ હસન સૈયદ મશાઇખના ફરજંદ હતા. આપ પોતાના પિતા સાથે લાહોરથી કડી (ગુજરાત) આવ્યા હતા અને જ્યારે તેમના પિતા નિરાશ થઈને વતન પાછા ફર્યા ત્યારે આપને ઉત્તરાધિકારી તરીકે અહીં છોડી ગયા હતા. (મકતૂલનામા દોમ, બયાન:૨૭૩)

તેમને ત્રણ પુત્રો હતા (૧) સૈયદ ઝૈનુદ્દીન (૨) સૈયદ અહમદ અને (૩) સૈયદ બુર્હાનુદ્દીન અને બે પુત્રીઓ હતી. આ બધાની કબરો મોમિનપુરા (કડી)માં છે. (મકતૂલનામા દોમ, બયાન:૨૭૪)

