સૈયદ સદરુદ્દીન
March 28, 2024હઝરત પીર મશાઇખ (રહ.)
March 28, 2024સૈયદ ફાઝિલને ચાર પુત્રો હતા. (૧) સૈયદ ઝૈનુદ્દીન:- આપનું અવસાન વડનગરમાં થયું અને ત્યાં જ આપને દફનાવવામાં આવ્યા જ્યાં શાહ ઇસ્લામ દૌલા નામક ફકીરનાં રહેઠાણ અને કબર છે.
(૨) સૈયદ ઇબ્ને હસન:– તેમની કબર સૌરાષ્ટ્રના બડાસર ગામમાં છે. (આ ભુજ (ગુજરાત) પાસે વડાસર ગામ હોઈ શકે છે)
(૩) સૈયદ મશાઇખ:- આપ દીવાને મશાઇખના લેખક છે અને મોમિન કોમના ખ્યાતનામ સુધારક છે આ પુસ્તકમાં તેમના જ જીવનચરિત્ર વિશે ચર્ચા કરવામાં આવી છે.
(૪) સૈયદ અમીર અલી:- આ સૌથી નાના પુત્ર હતા.
બધા ભાઈઓમાં માત્ર પીર મશાઇખને સંતાનો હતા બાકી ભાઈ નિ:સંતાન હતા.
સૈયદ ફાઝિલ શાહને ૭ મુહર્રમ ગુરુવારના રોજ ખેરાલુ (ગુજરાત)માં શહીદ કરવામાં આવ્યા હતા, આપની મરણતિથિ બાકૌલે સિફતે હાતિમ (સંખ્યાશાસ્ત્ર વડે અંદાજિત તારીખ કાઢવાની કળા) વડે નક્કી કરવામાં આવી છે. પછી આપને પોતાના વતન મોમિનપુરા (કડી)માં દાદાના ગુંબદ નીચે દફનાવવામાં આવ્યા હતા.
(મકતૂલનામા દોમ, બયાન:૨૭૫-૨૭૬)

નોંધ:- હઝરત પીર મશાઇખે પોતાનું જન્મવર્ષ ૧૦૬૦ હિજરી બતાવ્યું છે અને લખ્યું છે કે હું જ્યારે નવ વર્ષનો હતો ત્યારે પિતાનું અવસાન થયું હતું તેનાથી તારવી શકાય છે કે આપનું મૃત્યુવર્ષ ૧૦૬૯ હિજરી હતું.
(નૂરનામા, બયાન:૩૧)

