મોજા પર મસહ
March 29, 2024હઝરત અલી સાથે પ્રેમનો દાવો ને રોઝા અને તરાવીહ વગેરે ઇબાદત
April 1, 2024હઝરત પીર મશાઇખ (રહ.)ના મતે નમાઝની રીત અહનાફની જેમ છે આપ લખે છે:
“નમાઝની રીત સાંભળીને યાદ કરી લો અને તેના મુજબ નમાઝ અદા કરો, સૌપ્રથમ અમોએ નમાઝના ફરાઇઝ, વાજિબાત, સુન્નતો અને આદાબ વિગતવાર અલગ અલગ બયાન કર્યાં છે.”
*હવે નમાઝ પઢવાની રીત સાંભળો અને આદેશ મુજબ નમાઝ અદા કરો, જ્યારે નમાજી નમાઝ પઢવાનો ઇરાદો કરે તો તકબીર કહેતાં બંને હાથ કાનો સુધી લઈ જાય, જો તેને કંઈ ન આવડતું હોય તો તસબીહ (સુબ્હાનલ્લાહ) અથવા તહલીલ (લાઇલાહ ઇલ્લલ્લાહ મુહમ્મદુર્રસૂલલ્લાહ) પઢે, જો અરબી ભાષામાં અલ્લાહુઅકબર ન બોલી શકે તો ફારસીમાં તેનો અર્થ અદા કરી લે.
* જો અરબીમાં કિરાઅત ન કરી શકતો હોય તો ફારસીમાં કરે, એ જ પ્રમાણે ફારસીમાં નમાઝ અદા કરે, આ દીનમાં સરળતા છે.
*અને જો ફારસીને બદલે બિસ્મિલ્લાહ (શરૂઆતે અરબી ભાષામાં) પઢે તો પણ જાઇજ છે.
(ઇબાદત અવ્વલ,બયાન:૬૩/૨૧૦૦)



* ત્યાર પછી ડૂંટી નીચે જમણો હાથ ડાબા હાથ પર રાખે અને હાથની આંગળીઓ ખુલ્લી રાખે. તેના પછી ધીમી અવાજે કિરાઅત માટે તઅવ્વુજ પઢે અને આ (તઅવ્વુજ) ઇમામ અને મસબૂક પઢશે.
* જે વ્યક્તિ બાદમાં નમાઝમાં સામેલ થાય તેને મસબૂક કહે છે. તે અંતે બાકી નમાઝ પૂરી કરતા સમયે કિરાઅત માટે તઅવ્વુજ પઢશે.
*પરંતુ એ મુકતદી તઅવ્વુજ નહીં પઢે જે ઇમામ સાથે નમાઝ અદા કરે છે, કેમ કે તઅવ્વુજ કિરાઅત માટે છે અને મુકતદી માટે કિરાઅતની મનાઈ છે, માટે મુકતદી અને મસબૂક બંનેનો હુકમ અલગ અલગ છે.
*સુન્નત અને નફલમાં મુકતદી માટે પણ તઅવ્વુજની મનાઈ નથી.
*જે નમાજી એકલો નમાઝ પઢતો હોય તે તઅવ્વુજ પઢશે.
*પરંતુ બંને ઈદની નામજોમાં નિય્યત બાંધ્યા પછી સૌપ્રથમ ત્રણ ત્રણ વાર તકબીરો કહે પછી તઅવ્વુજ પઢે.
*પછી દરેક રકાતમાં ધીમી અવાજે બિસ્મિલ્લાહ પઢે.
*તઅવ્વુજ તો માત્ર તકબીરે તહરીમાના બાદ પઢે અને બિસ્મિલ્લાહ દરેક રકાત પૂરી કર્યા પછી પઢે અને આ બિસ્મિલ્લાહ કુર્આને રબ્બાનીની આયત છે જે બે સૂરતો વચ્ચે અંતર માટે અવતરિત કરવામાં આવી છે, આ ન તો સૂરે ફાતિહાની આયત છે ન બીજી કોઈ સૂરતની બલ્કે એક અલગ આયત તરીકે અવતરિત કરવામાં આવી છે.
(ઇબાદત અવ્વલ,બયાન:૬૪/૨૧૦૧)



*પછી સૂરે ફાતિહા પઢે અને તેની સાથે કોઈ સૂરત પઢે અથવા કોઈ સૂરતમાંથી ત્રણ આયતો પઢે, આટલું પઢવાથી નમાઝ સંપૂર્ણ થઈ જશે.
*અને ઇમામ ને મુકતદી ધીમી અવાજે આમીન કહેશે ત્યાર પછી લાંબી તકબીર ન કહેવી બલ્કે આજ્ઞાનુસાર કહેવી.
*રુકૂમાં જતાં જ ઘૂંટણ પર હાથ રાખો, હાથની આંગળીઓ પહોળી રાખો અને પીઠ સંપૂર્ણ રીતે ફેલાવી દો જેથી માથું ને સાથળ બરાબર થઈ જાય, આ પ્રમાણે પીઠ સીધી રાખો અને પીઠ ને માથું એક રેખા પર રાખો, માથું નીચું ન કરો અને પછી ત્રણ વખત રુકૂની તસબીહ પઢો અને તસબીહ પછી માથું ઉઠાવો અને માથું ઉઠાવ્યા પછી ઇમામ ‘સમિઅલ્લાહુ લિમન હમિદહ’ કહેશે, મુકતદી આ વાક્ય બોલશે નહીં, બલ્કે ધીમી અવાજે ‘રબ્બના લકલ્હમ્દ’ કહેશે અને જો એકલો નમાઝ પઢતો હોય તો ‘સમિઅલ્લાહુ લિમન હમિદહ’ ને ‘રબ્બના લકલ્હમ્દ’ બંને પઢશે.
*અને ‘સમિઅલ્લાહુ લિમન હમિદહ’ પછી (સજદામાં) તસબીહ પઢવી, પહેલાં બંને ઘૂંટણ જમીન પર રાખો ત્યાર પછી બંને હાથ રાખો પછી બંને હાથોની હથેળીઓ વચ્ચે મોઢું રાખો.
(ઇબાદત અવ્વલ,બયાન:૬૫/૨૧૦૨)



*અને સજદો નાક અને કપાળ બંને દ્વારા કરવો અર્થાત્ બંને જમીનને સ્પર્શવું જોઈએ.
*બંનેમાંથી કોઈ એક દ્વારા સજદો કરવો મકરૂહ છે.
*પાઘડીના કિનારા પર સજદો ન કરવો, તે પણ મકરૂહ છે.
*જો સજદાની જગ્યા કઠણ છે જેમાં કપાળ ધસી ન જતું હોય બલ્કે ટક્યું રહે તો તેના પર સજદો કરવો જાઇજ છે.
*જો કપાળ ધસી જાય તો તેના પર સજદો કરવો જાઇજ નથી.
*જો મસ્જિદમાં એટલા બધા નમાજી આવી જાય કે એકબીજાની પીઠ પર સજદો કરવો પડે, આવી પરિસ્થિતિમાં બંને નામજીઓની નમાઝ એક છે તો પાછલી સફવાળો નમાજી જેણે આગલી સફવાળા નમાજીની પીઠ પર સજદો કર્યો છે તેની નમાઝ દુરસ્ત થઈ જશે.
*સજદાની રીત એ છે કે બંને બગલ ખુલ્લા રાખવા અને બંને હાથ શરીરથી જુદા રાખવા અને પેટ સાથળથી અલગ રહેવું જોઈએ, તેમજ હાથપગ અલગ રાખવા અને પગોની આંગળીઓના ટેરવાં વાળીને કાબા તરફ કરવા, હવે ત્રણ વખત સજદાની તસબીહ પઢો.
(ઇબાદત અવ્વલ,બયાન:૬૬/૨૧૦૩)




*અને સ્ત્રી જ્યારે સજદો કરે ત્યારે માથું નીચું રાખે, બંને સાથળ પેટ સાથે લગાવી દે, પુરુષની જેમ પેટ પહોળું કરશે નહીં.
*પછી સજદામાંથી માથું ઉઠાવવું, તકબીર કહેવી અને સંતોષપૂર્વક બેસી જવું.
*પછી તકબીર કહીને જમીન પર ટેક લગાવ્યા વિના અને બેસ્યા વગર ઊભું થઈ જવું.
*પ્રથમ રકાતની જેમ બીજી રકાત અદા કરવી પરંતુ બીજી રકાતમાં સના અને તઅવ્વુજ પઢશે નહીં જે પહેલી રકાતમાં પઢવામાં આવે છે.
*પરંતુ દરેક રકાતમાં બિસ્મિલ્લાહ પઢવું.
*બીજી રકાતમાં હાથ ઉઠાવવા નહીં જેવી રીતે પહેલી રકાતમાં ઉઠાવાય છે.
(ઇબાદત અવ્વલ,બયાન:૬૭/૨૧૦૪)

જ્યારે બીજી રકાતના સજદાથી ફારેગ થઈ જાઓ ત્યારે ડાબો પગ બિછાવી તેના પર બેસી જવું અને જમણો પગ ઊભો રાખવો અને આંગળીઓના ટેરવાં કાબા તરફ રાખવા અને બંને હાથ સાથળ પર રાખવા ને આંગળીઓ ખુલ્લી રાખવી.
*અને સ્ત્રીઓ ડાબે પાસે બેસી જાય જ્યાં સાથળના જોડ હોય છે.
(ઇબાદત અવ્વલ,બયાન:૬૮/૨૧૦૫,શેર:૧૦-૧૮)



અને કા’દામાં ઇબ્ને મસઊદની તશહ્હુદ પઢે, તે સિવાય બીજી કોઈ તશહ્હુદ ન પઢે, જ્યારે આ પ્રમાણે બે રકાતો પૂરી થઈ જાય ત્યાર પછી (ત્રીજી અને ચોથી) રકાતમાં માત્ર સૂરે ફતિહા પઢે બીજી કોઈ સૂરત ન પઢે.
*હવે બીજો કા’દો કરે, જે રીતે પ્રથમ કા’દામાં તશહ્હુદ પઢી હતી એ પ્રમાણે બીજા કા’દામાં તશહ્હુદ પઢે પરંતુ બીજા કા’દામાં નબી (સ.અ.વ(. પર દુરૂદ પણ પઢે, સાથે કુર્આનોહદીષને મળતી કોઈ દુઆ માગે અને કંઈ બોલવું નહીં.
*નમાજીએ પોતાને ઇમામનો પાબંદ બનાવી દીધો છે માટે જેવી રીતે ઇમામ સાથે નિય્યત બાંધી હતી એ પ્રમાણે તેની સાથે બંને બાજુ સલામ ફેરવશે.
(ઇબાદત અવ્વલ,બયાન:૬૯/૨૧૦૬,શેર:૧-૧૪)
