નમાઝની રીત
March 29, 2024નિકાહે મુત્આ (કામચલાઉ અલ્પકાલીન નિકાહ)ની મનાઈ છે
April 1, 2024જે હઝરત અલી સાથે પ્રેમનો દાવો કરતા હતા પરંતુ તેમનાં કરતૂત હઝરત અલીના દુશ્મનો જેવાં હતાં હઝરત પીર મશાઇખ (રહ.) તે લોકોના ભીતર શરમ-ભાવ પેદા કરતાં તેમને કહે છે કે હઝરત અલી તો નમાઝ, રોઝા અને તરાવીહની પાબંદી કરતા હતા એટલું જ નહીં બલ્કે હઝરત ઉમરને પણ તરાવીહની નમાઝ યાદ અપાવી હતી પરંતુ તમે ન નમાઝ પઢો છો ન રોઝા રાખો છો ન તરાવીહની પાબંદી કરો છો તો હઝરત અલી સાથે પ્રેમનો દાવો કેવો, હઝરત પીર મશાઇખ (રહ.) લખે છે:
“તમે પોતાને હઝરત અલીના દોસ્ત કહો છો અને દરેક કામમાં તેમનો વિરોધ કરો છો, તમે તો દુશ્મનીવાળી રીત અપનાવો છો, હઝરત અલી સાથે તમને પ્રેમ નથી, અલી તો બહુ ઇબાદત કરતા હતા અને નમાઝમાં અલ્લાહથી ડરતા હતા, એક વખત એમના પગમાં કંઈક ઘૂસી ગયું હતું અને બહુ જ તકલીફ થતી હતી જેથી તેને કાઢી શકાય તેમ ન હતું, પરંતુ જ્યારે નમાઝમાં સજદાની હાલતમાં હતા ત્યારે કાઢી લેવાયું પરંતુ અલ્લાહનો ડર એટલા પ્રમાણમાં હતો કે તકલીફની ખબર પણ ન પડી, હઝરત અલી (ર.અ.) તો ખુદાનો આવો ડર ધરાવતા હતા, તે આવી રીતે નમાઝ પઢતા હતા, હૃદયમાં અલ્લાહનો ડર બહુ રાખતા હતા, તેમને રોઝા અને અન્ય ઇબાદતો સાથે સ્નેહ હતો, તેમણે હઝરત ઉમરને પણ તરાવીહ યાદ અપાવી હતી પરંતુ તમે ન તો નમાઝ પઢો છો ન રોઝા રાખો છો ન તરાવીહ પઢો છો, આ વળી હઝરત અલી સાથે કેવો પ્રેમ છે, આ તો દુશ્મનની રીત છે.”
(ખુલફાએ રાશિદીન,બ:૨૩,શે:૧૩-૧૮ ને બ:૨૪,શે:૧-૫)

હઝરત ઉમરની વિશેષતાઓ ગણાવતાં હઝરત પીર મશાઇખ (રહ.) લખે છે કે “સાંભળો હઝરત ઉમરના ખિલાફતકાળમાં તરાવીહની નમાઝ જમાત સાથે પઢવામાં આવી.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૪૫/૯૬૫,શેર:૧)

નોંધ:- આનાથી એવું સિદ્ધ થાય છે કે હઝરત પીર મશાઇખ (રહ.)ને ત્યાં પણ તરાવીહનું એ જ મહત્ત્વ છે જે અહલે સુન્નત વલજમાતને ત્યાં છે.
