હઝરત પીર મશાઇખ (રહ.)ના સંબોધ્ય (મુખાતબ)
April 1, 2024મુનાફિક (પાખંડી) કોણ ?
April 1, 2024“હે સર્જનહાર! હું જે દીવાન લખવા ઇચ્છું છું પોતાની કૃપાથી તેમાં ખૂબી પેદા કરી દો અને મારી આશા પૂરી ફરમાવો અને સમાપ્તિની પ્રસન્નતા નસીબ ફરમાવો અને ઇમામ ગઝાલીની ઇહ્યાઉલ ઉલૂમ જેવો દીવાન તૈયાર થાય, આ કિતાબ એવા ઉલૂમથી સભર છે કે તેના પછી કોઈ કિતાબની જરૂરત બાકી નથી રહેતી, જો ક્યારેક કોઈ દુશ્મન બધી કિતાબો નષ્ટ કરી દે અને માત્ર ઇહ્યાઉલ ઉલૂમ બાકી રહી જાય તો તેના પ્રતાપે મોમિનના દીનમાં કોઈ ખામી આવશે નહીં. (દીનની) આવી હકીકત આ કિતાબમાં લખેલ છે. હે અલ્લાહ! મને પણ આવી કિતાબની ઉમેદ છે જેના વડે આપના બંદાઓને આપની બડાઈ (ની ઓળખ) થાય, ઇમામ સાહેબે અરબી ભાષામાં કિતાબ લખી છે અને હું ગુર્જરી ભાષામાં લખું છું, આ ગ્રામીણ લોકો ગુર્જરી ભાષા જ સમજે છે અને આ ભાષાથી પ્રેમ પણ કરે છે અને હું તો ચિશ્તી છું, ચિશ્તી સિલસિલામાં રાગ જરૂરી છે રાગ વગર હૃદયમાં અસર ઉત્પન્ન નથી થતી, આ અસર વગર હૃદયમાં પ્રેમ કેવી રીતે જાગે અને ગુર્જરી ભાષામાં રાગ સારો આવે છે, અને ફારસીમાં તો ઘણી કિતાબો છે પરંતુ ગુર્જરીમાં બહુ થોડી કિતાબો છે, આ જંગલમાં રહેનાર અજ્ઞાની લોકો કેવળ ગુર્જરી ભાષા જાણે છે, હું તેમના માટે કિતાબ લખું છું તેથી તેમની દરકાર રાખવી જરૂરી છે, ઇલાહી! તારાથી ગુપ્ત નથી હું તારા બંદો પૈકી એક લાચાર બંદો છું હું એવો દીવાન લખવા ઇચ્છું છું જેના વડે મારા મુરીદોની ઉમેદો પૂરી થઈ શકે, તેમને દીનની પૂરી હકીકત તેમાં જ મળી જાય, તેના સિવાય કોઈ કિતાબની જરૂરત ન રહે, ઇલાહી! તું મારી અપેક્ષા પૂરી કર અને પોતાની કૃપાથી મને પ્રેમ નસીબ કર.”
(નૂરનામા,બયાન:૩૬)




“હે અલ્લાહ! આપથી અપેક્ષા છે કે આ દીવાનને એવી તાસીર મળે કે જે પણ તેને સાંભળે તેનું કુફ્ર ખતમ થઈ જાય, બોધપાઠ તેના મનમાં ઊતરી જાય અને શેતાન તેના પર કાબૂ ન મેળવી શકે, જે મારા મુરીદ મારાથી પ્રેમ કરે છે તું એમને આ કિતાબ સાંભળવાની તૌફીક આપ, મુરીદ હોવાનો પ્રેમ એમને લાગી જાય અને દીનના ખાતર પોતાનું શરીર પિગળાવા લાગે, દીનનો ચોર જે પણ બતાવે પરંતુ તે સુલૂક (અંતર સુધારણા) વગર કોઈ માર્ગ ન અપનાવે, તેને પીરી મુરીદીનો પ્રેમ નસીબ કર અને તેને પીર વિના મત રાખ, પોતાની કૃપાથી મારી દુઆ કબૂલ કર, મને જે ઘણી બધી અપેક્ષાઓ છે તે પૂરી કર.”
“આપે જે પ્રમાણે મને મશાઇખ નામ અર્પણ કર્યું તે પ્રમાણે કબૂલત આપ અને મારા મુરીદોને એ દુશ્મનોથી પોતાની સુરક્ષામાં રાખ જેમને દીન પ્રતિ બહુ ઈર્ષ્યા અને દુશ્મની છે.”
“આ જમાનામાં જે ઇલ્મના તલબગાર છે, તેમને બિલકુલ ખુદાનો ભય નથી, તેઓ દુનિયા ખાતર બાદશાહો પાસે જાય છે, દોલત પ્રાપ્ત કરવા માટે તેમની ચાપલૂસી કરે છે, તેમના જેવા ભૂંડા દુનિયામાં કોઈ નથી, જેમ કે મિશ્કાતમાં હદીષે નબવી છે, મારા મુરીદોને તેમનાથી દૂર રાખો, તું મારો ખાલિક (સર્જનહાર) અને માફ કરનાર છે, તું મારી દુઆ કબૂલ કર અને ઉમેદ પૂરી કર, હું લાચાર બંદો છું.”
“તારી કૃપાથી મુશ્કેલીઓને ઉકેલવાની શક્તિ મળે છે અને બંદાની ખૂબી દેખાય છે, આ દીવાન લખવાનો બોજ વધારે ન પડે બલ્કે સરળ થઈ જાય, હે સર્જનહાર! જે આપે મારા નસીબમાં લખ્યું છે તેને આસાન કરી દે, ભાગ્યથી કોઈ છુટકારો નથી, તારી કૃપાથી મને ઈમાન અને ઇશ્ક બંને મળ્યાં છે.”
(નૂરનામા,બયાન:૩૭)



(૨) શીયા અને રાફઝીઓની જમાત:– પીર સાહેબે પોતાના દીવાનમાં ઠેરઠેર ખાસ કરીને “ખુલફાએ રાશિદીન”માં સહાબા પ્રતિ તેમની દુશ્મનીનું ખંડન કર્યું છે.
(૩) સતપંથી જમાત-:દીવાને મશાઇખ મુજબ આ છ ધર્મોનું સંયોજન છે જેમ કે ઈમાન અવ્વલ,બયાન:૧૭૬૧માં ઉલ્લેખાઈ ગયું છે, તેઓ દુષ્કર્મ અને ખરાબ અકીદાઓમાં સપડાયેલા હતા, આપે પોતાના સંપૂર્ણ દીવાનમાં અને ખાસ કરીને “ઈમાન અવ્વલ” અને “દોમ”માં આ જમાતનું પણ ખંડન કર્યું છે.
