ઇહ્યાઉલ ઉલૂમ જેવો દીવાન નસીબ થાય
April 1, 2024સમાજની આધ્યાત્મિક (રૂહાની) અને નૈતિક બીમારીઓ
April 1, 2024એક જમાત જેને આપે ઠેરઠેર સાચા ઈમાન તથા ઇસ્લામી કાર્યો અપનાવવાનું અને દુષ્કર્મ તેમજ બિદઅત અને ગેરઇસ્લામી કાર્યોથી દૂર રહેવાનુ આમંત્રણ આપ્યું છે તે મુનાફિકોની જમાત કોણ છે ?
જવાબ છે કે હઝરત પીર મશાઇખ (રહ.)એ એક જગ્યાએ સ્પષ્ટ શબ્દોમાં સતપંથીઓને પાખંડી કહ્યા છે, આપ લખે છે:
“હે ધર્મભ્રષ્ટ! તેં દરેક ધર્મમાંથી થોડું થોડું લઈને આવો ધર્મ બનાવ્યો છે, તું ઊભો ઊભો દર્શન કરે છે અને પોતાના ધર્મનું નામ સતપંથી રાખી દીધું અને તું અવતારને પણ માને છે, તેં દરેક ધર્મમાંથી થોડું થોડું લઈને એક નવો ધર્મ બનાવી દીધો છે, તું અહલે સુન્નત વલજમાતને ત્યાં જઈને કુરાન પઢે છે અને પોતાને સુન્ની મોમિન કહે છે, એમ છતાં તું નબીએ કરીમનો કલમો પઢતો નથી અને કલમા વગર તું કાફિર છે, અને જો શરિયત અનુસાર તું કલમો પઢતો હોત અને હૃદયમાં પણ તે જ પ્રમાણે યકીન રાખતો હોત (તો તું ઈમાનવાળો હોત) પરંતુ તું દિલના પાખંડ સાથે કલમો પઢે છે અને મનમાં તો ઇસ્લામ પ્રતિ દુશ્મની ધરાવે છે તેથી તું હકીકતમાં મુનાફિક છે.”
(ઈમાન દોમ,બયાન:૧૯૮૨)


આ જમાત શીયા નથી કેમ કે મકતૂલનામામાં શીયા જમાતના બાર ઈમામોની ચર્ચા કર્યા પછી મુનાફિકોને નસીહત કરતાં હઝરત પીર મશાઇખ (રહ.) લખે છે:
“શીયા બાર ઇમામોને માને છે પરંતુ સમજમાં નથી આવતું કે આ લોકો આવી ધારણા ક્યાંથી લઈ આવ્યા છે, આ અકીદો તો શીયા જમાતનો છે, અહલે સુન્નત વલજમાતનો નથી, હે મોમિન મુનાફિકો! તમે આ શું અદ્ભુત વિચાર દિલમાં લઈને ફરો છો, જે પ્રમાણે તમે ઇમામ ગણાવો છો એ પ્રમાણે તો શીયા લોકો પણ નથી માનતા ભલે આ અકીદો શીયા લોકોનો છે.”
(મકતૂલનામા દોમ ,બયાન:૨૫૪/૫૬૧,શેર:૭-૧૨)

આ જમાત સતપંથી છે જેમ કે પાછળ ઉલ્લેખાઈ ગયું.
સારાંશ એમ છે કે હઝરત પીર મશાઇખ (રહ.)ના સંબોધ્ય (મુખાતબ) ત્રણ જમાતો હતી, પ્રથમ ઈમાનવાળા બીજા શીયા અને ત્રીજા સતપંથી છે જેમને આપ મોટેભાગે મુનાફિકના નામથી યાદ કરે છે.
