બોધવચનો અને શિખામણ વડે સુધારણા
April 1, 2024દીવાનનું લેખન
April 3, 2024અલ્લાહ તઆલાએ હઝરત પીર મશાઇખ (રહ.)ની વાણીમાં એવી તાસીર રાખી હતી કે કાફિર, શીયા, રાફઝી અને અધર્મી પણ આપની ખિદમતમાં આવીને કુફ્ર, શિર્ક અને બિદઅતના રોગથી મુક્તિ પામતા હતા, આપ ખુદાદત્ત ઉપહારનું ઋણ સ્વીકાર કરતાં અલ્લાહની આ કૃપાને ઉલ્લેખતાં લખે છે:
“હું કોઈ મહાન વક્તા નથી બલ્કે અલ્લાહે મારા પર કૃપા કરી છે કે તેણે મને એવી ખૂબી અને તાસીર અર્પણ કરી કે જ્યારે કોઈ ગેરમુસ્લિમ, શીયા, રાફઝી અને અધર્મી મારી પાસે આવીને કોઈ વાત પૂછે છે અને તેના દિલમાં દુશ્મની નથી હોતી તો અલ્લાહની કૃપાથી ઈમાન અને અંતિમ નબીની દોસ્તી પામે છે અને કુફ્રથી અલગ થઈ જાય છે.”
(મકતૂલનામા દોમ,બયાન:૨૮૭)

એક બીજી જગ્યાએ પોતાના વક્તવ્યની તાસીરનો ઉલ્લેખ કરતાં લખે છે.
“હે ઈમાનવાળા ભાઈઓ! આવો અમારી વાત સાંભળો, નબીનું જે ફરમાન મેં સાંભળ્યું છે, એ જ પ્રમાણે અલ્લાહે મને બનાવ્યો છે જેવી રીતે મિશ્કાતમાં વર્ણવેલ છે જેમ કે મેં પહેલાં બતાવ્યું હતું, તેની નિશાનીઓ બિલકુલ જાહેર છે, અમારી કહેલી વાત દિલમાં રાખો, કોઈ સજ્જન એવો છે જે મોમિનોમાં જોવા મળતી ગેરઇસ્લામી ચીજોને ખતમ કરતો હોય અને દિલોની મેલાશ ધોતો હોય? આ સંસારમાં ઘણા બધા આલિમ છે અને ઈમાનવાળા પણ અસંખ્ય છે, દેખો, કોઈ સજ્જન કોઈને મોમિન બનાવે છે (આમંત્રણ આપીને મુસલમાન બનાવે છે) અને તેના હૃદયમાં ઇલ્મ દાખલ કરે છે, ભાઈઓ! એવો કોઈ સજ્જન દેખાય છે? આ વાત સમજી લો, જે મોમિન મારી પાસે આવે છે તે દુરસ્ત ઈમાન મેળવે છે, ઘણા લોકોને આ પ્રમાણે ઈમાન મળ્યું છે,અલ્લાહે તેમનું કુફ્ર ખતમ કર્યું છે,અલ્લાહની કૃપાથી મને એવી ખૂબી મળી છે કે તેણે વાણીમાં આવી તાસીર રાખી દીધી છે.”
“એક નિશાની આ પણ જુઓ કે જે પણ અમને છોડીને જાય છે તેને બીજી કોઈ જગ્યાએ ઈમાન (અને યકીન) મળતું નથી બલ્કે દિલની નરમી ગુમાવી દે છે અને તે સખત થઈ જાય છે પછી તેને દીનની વાત સારી નથી લાગતી, આ પણ કુફ્રની એક નિશાની છે, જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેના ભીતર કુફ્ર આવતું રહે છે અને કપટ,દગાબાજી અને તકબ્બુર કરતો રહે છે.”
“જુઓ, જે અમારાથી દૂર થાય છે તેની હાલત એવી થઈ જાય છે કે તે મળેલો રસ્તો ગુમાવી બેસે છે, માટે એ દીની ભાઈઓ! મારા સંપર્કમાં રહો અને હકીકી દીન સાથે પ્રેમ કરો.”
“આવો, મુનાફિક જમાતના કુફ્રને ખતમ કરીએ અને તેના દિલમાં ઈમાનોયકીન દાખલ કરીએ અને તેમના દિલમાં મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)નું દીન રોશન કરીએ, વારંવાર આવા અવસર નથી મળતા, માટે,આવો એ દીની ભાઈઓ અને સાંભળો, ધનસંપત્તિ સાથે પ્રેમ કરશો નહીં,આવો દીનનો સામાન તૈયાર કરી લો અને કટિબદ્ધ થઈ કુફ્રને ખતમ કરી નાખો, દીનમાં આવવાની ચિંતા કરો અને મુનાફિકોને ખેંચી ખેંચીને દીનમાં દાખલ કરો.”
(ગઝ્વાત,બયાન:૫૦૭/૧૯૨,શેર:૧૧-૪૪)


