દખ્ખણની યાત્રા
April 3, 2024હઝરત પીર મશાઇખરહના શિષ્યો તરફથી આવનારી મુશ્કેલીઓ
April 6, 2024હઝરત પીર મશાઇખ (રહ.) તો પોતાના કામમાં સંપૂર્ણપણે મશગૂલ થઈ ગયા પરંતુ બીજી બાજુ આપના વિરોધીઓ આપને સતાવતા રહ્યા, ક્યારેક આપ પર બિદઅતનો આક્ષેપ લગાવતા હતા કે આપ દીનની વાતો ગુર્જરી ભાષામાં લખે છે અને તે લોકો આપના મુરીદોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરતા હતા, હઝરત પીર મશાઇખરહ તેમને સમજાવતાં જવાબ આપે છે.
“મારા દુશ્મન ઘણા છે અને હું જાહેર રીતે દીનની વાતો બયાન કરું છું તે કારણસર મારી દુશ્મની પર ઊતરી આવે છે અને એટલી હદે જાય છે કે મારા વિરુદ્ધ દુષ્પ્રચાર કરે છે કે હું બિદઅત શીખવું છું અને જ્યારે પણ મારા કોઈ મુરીદ વિશે સાંભળે છે તો તેને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે.”
(ઈમાન દોમ,બયાન:૧૯૫૧,શેર:૩-૧૦)

“આ લોકો ગુર્જરી ભાષામાં મારી ગુફ્તગૂ પર બિદઅતનો આક્ષેપ લગાવે છે તો તેમને પૂછવું જોઈએ કે બિદઅત કોને કહે છે, માલૂમ હોવું જોઈએ કે બિદઅતનો અર્થ વધારો છે, નબી (સ.અ.વ.) પછી જે વધારો કરવામાં આવ્યો છે તેને બિદઅત કહે છે અને જે પોતાની (ખ્વાહેશ અને) શારીરિક સવલત માટે ખરાબ કામ કરે છે તે બિદઅત ઝલાલ (ગુમરાહી) છે. મેં કિતાબોમાંથી ખોળી ખોળીને ગુર્જરી ભાષામાં આ લખાણ તૈયાર કર્યું છે હું કિતાબોમાં બિન (લેખિત) એક બયાન પણ નથી લખ્યું અને જો એવું હોય તો તલાશ કરી બતાવો, સાચી ફારસી કિતાબોમાં જે મસ્અલા લખેલા છે તે જ મેં અહીંના લોકોની ગુર્જરી ભાષામાં લખ્યા છે અને ચોર! તુ આને બિદઅત કેવી રીતે કહે છે, બિદઅત તો એ છે જે દીનનો ભાગ ન હોય અને જે (પ્રમાણિત) કિતાબોમાં ન હોય.”
(ઈમાન દોમ,બયાન:૧૯૫૨,શેર:૧-૧૧)

