શું ગુર્જરી ભાષામાં દીનની વાતો લખવી બિદઅત છે ?
April 3, 2024દુશ્મનીનું કારણ એ જ કે હઝરત પીર મશાઇખ (રહ.) દુરસ્ત માર્ગ બતાવતા હતા
April 29, 2024અને ક્યારેક તેમના આક્ષેપો અને દુષ્પ્રચારના કારણે હઝરત પીર મશાઇખ (રહ.)ના મુરીદો પણ આપનાથી બદગુમાન થઈને આપ વિરુદ્ધ અપમાનજનક શબ્દો કહેવા લાગતા હતા, આપ શિકાયત ભર્યા અંદાજમાં તેમને સંબોધતાં લખે છે: (અને શિકાયત તો આપણા લોકો સાથે જ હોય છે)
“જે મારો મુરીદ છે તે જલ્દી મારી પાસે આવીને મારી વાતો સાંભળે છે અને દીનની વાતો સાંભળવાથી સમજને રોશની નસીબ થાય છે, તો એ દુશ્મનની છળકપટમાં આવતો નથી અને તેના દિલને સાંત્વના પ્રાપ્ત થશે, જે મારો મુરીદ છે તે મારી વાતો સાંભળે, તું મારો મુરીદ થઈને મારી વાતો નથી સાંભળતો અને મારામાં ખામી કાઢે છે, તેનાથી દુશ્મન ખુશ થાય છે અને દુશ્મનની જૂઠી વાતો તને સારી લાગે છે અને જો તું મારી વાતો નથી સાંભળતો તો તેનો મતલબ એ છે કે તને મારી વાતો સારી નથી લાગતી અને દુશ્મનની વાત સારી લાગે છે અને મને ખરાબ બતાવે છે અને મોઢેથી મને પીર કહે છે અને તે જ મોઢેથી ખરાબ પણ કહે છે અને જો તું દુશ્મનને અનુસરે છે તો એ તો કળીની જેમ ખીલી ઊઠે છે, દુશ્મન તેના વિશે કહે છે કે તેનો પીર નાસમજ છે અને તે મારું નામ લે છે કે મુરીદને કેવી તાલીમ આપી છે કે તે અપશબ્દો બોલે છે, આ રીતે દુશ્મન મારા મુરીદોને બહેકાવે છે અને તેમને ગુમરાહ કરે છે તેમાં મારી કોઈ ખામી નથી, હું તો બહુ નસીહત કરું છું એટલા સુધી કે વાત પણ ગુર્જરી ભાષામાં કરું છું અને બયાન પસંદ કરીને એકઠાં કરું છું, જો આમાં કોઈ ખામી રહી જાય તો એ મારી ભૂલ છે, પરંતુ તમે જૂઠા દિલથી મને પીર માનો છો અને નકામો મને બદનામ કરો છો.” (ઈમાન દોમ:૧૯૫૦)


