હઝરત પીર મશાઇખરહના શિષ્યો તરફથી આવનારી મુશ્કેલીઓ
April 6, 2024ફસાદગ્રસ્ત સમાજમાં કુરિવાજોની ચોક્કસ ઓળખ અને સુધારો
May 5, 2024અને હઝરત પીર મશાઇખરહના વિરોધીઓને માત્ર એટલા માટે આપ સાથે દુશ્મની હતી કે આપ તેમને સીધો માર્ગ બતાવતા હતા, તેમના કુરિવાજોને ખતમ કરતા હતા અને તેમના ગેરઇસ્લામી કામોનું ખંડન કરતા હતા આપ તેમને કડક શબ્દોમાં સંબોધતાં લખે છે:
“તમે ગુનાનાં કામ કરો છો અને જ્યારે હું તમને સાચો રસ્તો બતાવું છું તો મારાથી દુશ્મની કરો છો અને નારાજ થઈ જાઓ છો, અલ્લાહ તઆલા મારા અમલને જાણે છે અને કયામતના દિવસે મને તેનો બદલો આપશે, તમારા પર ફિટકાર છે, તમારા જેવો અજ્ઞાની દુનિયામાં કોઈ નથી, તમારી મૂર્ખાઈની કોઈ હદ નથી કે પીરથી સાચો રસ્તો માલૂમ કરો છો અને પછી તેનાથી દુશ્મની પણ કરો છો, તમને અલ્લાહનો જરા પણ ડર નથી.”
(મકતૂલનામા દોમ,બયાન:૨૬૪,શેર:૭-૧૩)

અને હું તમારા અગાઉના ગેરઇસ્લામી રિવાજોને નકારું છું માટે તમને મારા પર ગુસ્સો આવે છે, તમે મારી પાસે દીનની વાતો જાણવા માટે આવતા હતા અને પોતાના દીનની જવાબદારી મારા માથે રાખી હતી કે અમને સાચો માર્ગ બતાવો, તમે મારા સાચા મુરીદ કહેવાતા હતા તો હું તમારા આ ગેરઇસ્લામી રિવાજોને ગલત બતાવતો અને તમે તેને દિલથી સ્વીકારી લીધું હતું તો હવે શા માટે દુશ્મન બની બેઠા છો, તમને શરમ પણ નથી આવતી, પરંતુ તમે ફરી પાછા પૂછવા આવશો અને જે પણ વાત પૂછશો અલ્લાહની મહેરબાનીથી હું તમને તેનો જવાબ આપીશ અને ગેરઇસ્લામી માર્ગને એ પ્રમાણે ગલત સાબિત કરીશ કે તમારું દિલ તેને સ્વીકારી લેશે અને અંતિમ નબીના દીન પર તમે સંતુષ્ટ થઈ જશો.”
(મકતૂલનામા દોમ,બયાન:૨૬૫,શેર:૧-૯)

નહીંતર આ લોકો પણ પહેલાં હઝરત પીર મશાઇખ (રહ.)ને ચાહતા હતા અને પછી એટલો વિરોધ કરવા લાગ્યા કે સૈયદ હોવાનો જ ઇનકાર કરી દીધો, આ મુનાફિક જમાતને સંબોધતાં લખે છે:
“પહેલાં મને સૈયદ મશાઇખથી જાણતા હતા, બહુ પ્રેમભર્યું વર્તન કરતા હતા અને મને માનતા હતા, હવે કેમ મારાથી દુશ્મની કરો છો? આમાં મારી શી ભૂલ છે? કપૂત બનીને ગેરઇસ્લામી કામ કરો છો, એટલા માટે મારું નામ બદલો છો.”
(મકતૂલનામા દોમ,બયાન:૫૮૭/૨૮૧,શેર:૧-૩)

અગાઉના બયાનમાં છે કે “હે મુનાફિક જમાત! તમે કેમ દુશ્મનીની વાતો કરો છો, જાહેર છે કે તમે દીનના ખાતર દુશ્મની કરો છો, તમારા મનમાં મારી બીજી શી ભૂલ આવી શકે છે, હું સૈયદ છું, તમે મારું પેઢીનામું કેમ બદલો છો.”
(મકતૂલનામા દોમ,બયાન:૫૮૭/૨૮૦,શેર:૧-૪)

