દુશ્મનીનું કારણ એ જ કે હઝરત પીર મશાઇખ (રહ.) દુરસ્ત માર્ગ બતાવતા હતા
April 29, 2024છ ધર્મોનું મિશ્રણ સતપંથ
May 5, 2024પહેલાં આવી ચૂક્યું છે કે હઝરત પીર મશાઇખ (રહ.)એ પોતાના દિવાનમાં સમાજ સુધારા માટે અને સમાજને સાચા માર્ગે લાવવા માટે ત્રણ જમાતોને સંબોધી છે. ઈમાનવાળા, સતપંથી (મુનાફિક) અને શીયા કેમ કે તે સમયે આપના આજુબાજુ આ જ લોકો ઇસ્લામનું નામ લેતા હતા.
ઈમાનવાળા
આ જમાતની તાલીમ અને તેમની માન્યતાઓ તેમજ અમલના સુધારા માટે આપે આ દીવાન લખ્યો હતો, તેમાં આપે અલ્લાહ તઆલાની જાત અને સિફાત, સીરતે નબી (પયગંબરનું જીવનચરિત્ર), ખુલફાએ રાશિદીનની ખિલાફત અને બુઝુર્ગી, કર્બલાની ઘટના, ઈમાનિયાત વિશે હદીષો અને ઇબાદાતના જરૂરી અહકામ બયાન કર્યાં છે જેથી તેમને બીજા કોઈની જરૂર ન રહે અને સાથોસાથ વિરોધીઓની ખાસ કરીને સતપંથીઓ અને રાફઝીઓની ગુમરાહીથી વાકેફ કરતા રહ્યા તેમનાથી બચવાની તાકીદ આપતા રહ્યા જેથી ઈમાનવાળોનું ઈમાન અને ઇસ્લામ સલામત રહે.
સતપંથી
સતપંથી જેમને આપે વારંવાર બલ્કે દરેક વખત મુનાફિકના નામથી યાદ કર્યા છે, તેમનામાં અકીદાને લગતી વિવિધ ખરાબીઓ, દુષ્કર્મો અને બિદઅતો હતી અને પછી તેઓ દૂર ગામડાઓમાં રહેનાર ઈમાન વાળા લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન પણ કરતા હતા અને તેના માટે જાતજાતના ઢોંગ કરતા હતા આપે તેમના આ કરતૂતો અને ખરાબ અકીદાનો ઉલ્લેખ કરી ખંડન પણ કર્યું છે જેથી સાચો અકીદો ધરાવનાર મુસલમાન ગુમરાહ ન થાય અને તેમને પોતાને પણ નરમ-ગરમ દરેક રીતે સમજાવ્યા છે અને કુફ્ર તથા શિર્કનાં કામો અને ગલત અકીદાથી દૂર રહેવાની ભલામણ કરી છે.
આમ તો સંપૂર્ણ દીવાનમાં જ્યાં પણ તક મળી આપે તેમની આલોચના કરી છે પરંતુ ખાસ કરીને ઈમાન અવ્વલ અને દોમમાં તેમને સુધારવા માટે ઘણો પ્રયત્ન કર્યો છે અને ઈમાનવાળોને તેમનાથી સચેત કર્યા છે.
