ફસાદગ્રસ્ત સમાજમાં કુરિવાજોની ચોક્કસ ઓળખ અને સુધારો
May 5, 2024હવે તૌરાત અને ઇંજીલ પર અમલ માન્ય નથી
May 5, 2024આપે સતપંથીઓની આ પ્રમાણે આલોચના કરી છે કે તેમનો ધર્મ કોઈ અટલ બુનિયાદ પર કાયમ નથી બલ્કે છ ધર્મોમાંથી થોડું થોડું લઈને એક નવો ધર્મ પ્રચલિત કરી દીધો છે આશ્ચર્યની વાત તો એ છે કે તેઓ એ ધર્મોને ગલત અને પોતાને હક પર માને છે, હઝરત પીર મશાઇખ (રહ.) લખે છે:
“હે મુનાફિકો! દીનની વાત ધ્યાનપૂર્વક સાંભળો, રાત દિવસના કોઈપણ ભાગમાં મોત આવી શકે છે, એટલા માટે હોશિયાર થઈ જાઓ અને દીનની વાતો સાંભળો, તમે ખેતીનો એક ભાગ (દુનિયા) પસંદ કરી લીધો અને બીજો ભાગ (આખિરત) તબાહ કરી દીધો, છ ધર્મોનું મિશ્રણ કરી તમે એક નવો ધર્મ બનાવી લીધો છે, હાય રે મૂર્ખ તને આવું કેમ સૂઝે છે, આ રીતે લોકો બહુ ખોટા માર્ગે ચાલે છે (તે જ પ્રમાણે તમારો ધર્મ પણ ગલત છે) પરંતુ તમારો ધર્મ સંપૂર્ણ વિશ્વથી જુદો છે અને બીજા લોકોને ગલત કહો છો અને પોતાને સહી કહો છો, જ્યારે તમે પોતે જ છ ધર્મોમાંથી પોતાનો એક નવો ધર્મ બનાવ્યો છે અને પછી તે ધર્મોને ગલત કહો છો, જ્યારે તમારા ધર્મનો સ્ત્રોત તે જ છ ધર્મ છે તો પછી તમારો ધર્મ કેવી રીતે સાચો થઈ ગયો, બાળકો તમારા કરતાં વધારે બુદ્ધિશાળી હોય છે તમે તો નાસમજ અને જાનવર છો, માનવ નથી.”
(ઈમાન અવ્વલ,બયાન:૧૭૬૧)


નોંધ:- આ મુનાફિક સતપંથી જ હતા જેમ કે આગળના બયાનમાં સ્પષ્ટ રીતે તેનો ઉલ્લેખ છે.
અને પછી તેમનું આ કારસ્તાન શારીરિક આસાની, મનેચ્છાઓ અને દુન્યવી ફાયદા માટે હતું, સમજો કે જે તરફ હવા ચાલતી હતી એ તરફ રુખ કરી લેતા હતા, હઝરત પીર મશાઇખ (રહ.) તેમને અલ્લાહનો ડર બતાવતાં આ કારસ્તાનથી બચવાની તાકીદ આપે છે.
“હે ધર્મભ્રષ્ટ! તે દરેક ધર્મમાંથી થોડું થોડું લઈને આવો ધર્મ બનાવ્યો છે, તું ઊભો ઊભો દર્શન (જિયારત) કરે છે અને પોતાના ધર્મનું નામ સતપંથ રાખી લીધું છે અને તું અવતારને પણ માને છે, તેં દરેક ધર્મમાંથી થોડું થોડું લઈને એક નવો ધર્મ બનાવી દીધો છે, તું અહલે સુન્નત વલજમાતને ત્યાં જઈને કુર્આન પઢે છે અને પોતાને સુન્ની મોમિન કહે છે તારી હાલત એ છે કે તું નબીએ કરીમનો કલમો પણ નથી પઢતો અને કલમા વગર તું તો કાફિર છે અને જો તું શરિયત અનુસાર કલમો પઢત અને દિલમાં પણ એવું યકીન રાખત તો તું ઈમાનવાળો હોત પરંતુ તું દિલના પાખંડ સાથે કલમો પઢે છે અને તું ગુપ્ત રીતે ઇસ્લામથી દુશ્મની રાખે છે તો તું વાસ્તવમાં મુનાફિક છે, અમોએ આ વાત સ્પષ્ટ રીતે બયાન કરી દીધી છે, તું શીયા લોકો પાસે જઈને પોતાને હઝરત અલીનો દોસ્ત કહે છે અને આપ (રહ.)ના ફરજંદને સૈયદ નથી કહેતો બલ્કે પોતાને સૈયદ કહે છે, તું વાસ્તવમાં હઝરત અલીનો દુશ્મન છે અને શાફેઈ લોકો પાસે જઈને પોતાને શાફેઈ કહે છે, તે આ ધર્મની પનાહ એટલા માટે લીધી છે કે તેમાં આસાની છે કે તેમને ત્યાં બે માટલાં જેટલા પાણીમાં નાપાકી પડવાથી પાણી નાપાક નથી થતું અને ઝૈદીઓને ત્યાં જઈને તું ઝૈદી બની જાય છે, આ તું પોતાના દુન્યવી ફાયદા માટે કરે છે કેમ કે અરબોની બંદરગાહોમાં તારો વેપાર ફેલાયેલો છે અને યહૂદીઓને ત્યાં યહૂદી બની જાય છે અને તૌરાતનાં બયાન સાંભળે છે અને ખ્રિસ્તીઓને ત્યાં ખ્રિસ્તી બની જાય છે અને ઇંજીલનાં બયાન સાંભળે છે અને પછી આ બધું ચૂંટી ચૂંટીને અહીં લઈ આવે છે, શું તને આવું કરતાં અલ્લાહનો ડર નથી લાગતો? આ બધું કામ છોડીને એક દીન તરફ કેન્દ્રિત થઈ જા નહીંતર તું જહન્નમમાં જશે.”
(ઈમાન દોમ,બયાન:૧૯૮૨)



