હવે તૌરાત અને ઇંજીલ પર અમલ માન્ય નથી
May 5, 2024અસહાબે કહફની મૂર્તિઓ
May 5, 2024તે મુનાફિક અને બદદાનત જમાત હિંદુઓની જેમ રાજપીપળામાં એક પહાડની પૂજા કરતી હતી અને તેમના કહેવા મુજબ ત્યાં વર્ષમાં કેવળ એક વખત ચૌદશની રાત્રે વરસાદ થાય છે અને આ તેમના માટે આશ્ચર્યજનક વાત છે એટલા સુધી કે તેઓ હિંદુઓની જેમ તેની પૂજા કરવા લાગ્યા હતા, હઝરત પીર મશાઇખરહ તેમને સમજાવતા હતા કે તે પર્વત પણ અલ્લાહ તઆલાનું એક સર્જન છે અને અલ્લાહ તઆલા પોતાના સર્જનમાં જ્યાં ચાહે પોતાની કુદરતનો ચમત્કાર બતાવે છે, તેનાથી બોધ લઈ અલ્લાહની ઓળખ પ્રાપ્ત કરવી જોઈએ પોતે તે સર્જનની પૂજા નહીં કરવી જોઈએ, હઝરત પીર મશાઇખરહ લખે છે:
“તું ધર્મભ્રષ્ટ અને કાફિર છે, તું પથ્થરની પૂજા કરે છે, તું જે પર્વતની પૂજા કરે છે અને પોતાની જમાતને પણ એ પર્વત બતાવે છે તો એમને પણ આ પર્વત આશ્ચર્યજનક દેખાય છે કે પર્વત પર કેવળ એક વખત વરસાદ થાય છે ભલે તેના બાદ વાદળ જેવું વાતાવરણ રહેતું હોય આ પ્રમાણે તું લોકોને બહેકાવે છે, તેં પથ્થરની પૂજા કરી છે અને કાફિરોનો માર્ગ અપનાવ્યો છે તે છતાં પોતાને મોમિન કહે છે, ચોર! તું દુનિયામાં ક્યાર સુધી છૂપી શકીશ.
રાજપીપળામાં એક પર્વત છે હિંદુ તેની પૂજા કરે છે, ચૌદશની રાત્રે ત્યાં વરસાદ થાય છે અને એ પણ વર્ષે એક વખત, અને ઘણા વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે, આનાથી લોકોને બહુ આશ્ચર્ય થાય છે કે વર્ષમાં એક વખત થોડો જ વરસાદ થાય છે, તે પણ તેની ઋતુમાં જ થાય છે, તેના પછી નથી થતો પરંતુ સંભાળ્યું છે કે ગતવર્ષે વરસાદ નથી થયો, તો જે જોવે છે તેને આશ્ચર્ય થાય છે કે રાજપીપળા (ના આ પહાડ પર) વર્ષે એક વખત વરસાદ થાય છે, આવા પર્વતો તો અલ્લાહે ઘણા બનાવ્યા છે, અલ્લાહ તઆલાની કુદરત અપાર છે, તે જ પ્રમાણે જૂના ગિરનાર પર વારસાદ થાય છે, આ પહાડ પરથી વિશેષ પ્રકારની સુગંધ આવે છે અને તે પણ અજીબોગરીબ, જે માણસ પણ ગિરનાર જાય છે તેના કપડાંમાંથી આ સુગંધ આવે છે, આનાથી તે ઓળખાઈ જાય છે કે ત્યાંથી આવ્યો છે, એ બદદીન! તું પોતાની આંખો વડે આ આશ્ચર્યજનક વાત જોઈ લે અને (આ પણ કુદરતનો ચમત્કાર છે કે) પર્વત પરથી પાણી પડે છે અને તે ગરમ હોય છે અને પર્વત પરથી નદી પણ આવે છે પરંતુ તેનું પાણી ઠંડુ હોય છે આ ભેદ પણ આશ્ચર્યજનક છે, હે બદદીન! શું તને દેખાતું નથી? તું કેમ તેની તરફ ધ્યાન નથી આપતો? (શું) આવા પર્વત બીજી કોઈ જગ્યાએ છે? (શું) આ તદ્દન જુદી સિફત દેખાય છે? તને શું બતાવું, રબની કુદરત અપાર છે, તારા માટે બોલવાની કોઈ તક નથી હવે શ્રેષ્ઠ એ છે કે તું તોબા કરી લે.”
(ઈમાન દોમ,બયાન: ૧૯૮૫)



