સંપૂર્ણ મુસલમાન થઈ જા
May 7, 2024કોણ મોમિન? કોણ મુનાફિક?
May 7, 2024હઝરત પીર મશાઇખ તેમને સફળતાનો માર્ગ અપનાવવા, હઝરત મુહમ્મદ (સ.અ.વ.)નું દામન પકડી લેવા અને ભાગ્ય પર ઈમાન લાવવા બલ્કે આધ્યાત્મિક (રૂહાની) તબીબોથી લાભવંત થવાનું પ્રોત્સાહન આપતાં દગાબાજી અને ચાલબાજી તેમજ ગેરઇસ્લામી કાર્યોને છોડવાનું આમંત્રણ આપે છે.
“આ દલીલના શબ્દો મોમિનને બતાવી દેવામાં આવ્યા છે, સાંભળો, જે નસીબમાં લખાઈ ગયું છે એમાં સહેજ આગળ-પાછળ થઈ શકતું નથી.”
“એ ભ્રમજ્ઞાની (જેને જ્ઞાન હોવાનો ભ્રમ હોય)! મારી વાત સાંભળો, તમને ચોરી કરતા શરમ નથી આવતી, તમે ગુપ્ત રીતે દુન્યવી કિતાબો પઢો છો અને લોકોને ચાલબાજીના જાળમાં ફસાવવાના પ્રયત્નો કરો છો અને ઈમાનવાળો સામે તકરાર કરો છો, એટલા માટે જ પોતાની કિતાબો પઢતા અને સંભળાવતા રહો છો, ભાગ્યનો મુદ્દો એ જ છે જે અમે અગાઉ વર્ણવ્યો (જે તમે પોતાની કિતાબોમાંથી પઢી સંભળાવો છો એ નથી) અને દલીલબાજી કરવા માટે તો આ કિતાબો પઢો છો અને તમોએ કુફ્રનો માર્ગ અપનાવ્યો છે, તમે સત્ય દીન તરફ કેમ ધ્યાન નથી આપતા? તમે ભાગ્ય વિશે ઈમાનવાળો સામે દલીલબાજી કરો છો જોકે ખુદાઈ ભાગ્યમાં સહેજ આગળ-પાછળ થઈ શકતું નથી, તમે ન તો અલ્લાહની કિતાબ પઢો છો ન નબી (સ.અ.વ.)ને સત્ય માનો છો, જરા બતાવો કે પયગંબર વિના કોઈ મજહબ અસ્તિત્વમાં આવી શકે, આવું ક્યારેય કોઈ કિતાબમાં તમારી દૃષ્ટિથી ગુજર્યું છે? એ ભ્રમજ્ઞાની! જવાબ આપો, એ ચોર (દીન અને જ્ઞાનના નામ પર નષ્ટભ્રષ્ટ કરનાર) જો તમે નબીનું અનુસરણ કરશો નહીં તો જન્નતમાં કેવી રીતે જઈ શકશો? જે પોતાના નબીનો ઉમ્મતી હશે અને તેમનું અનુસરણ કરશે તે જન્નતનો હકદાર થશે, જ્યારે તમે બીમાર પડો છો ત્યારે સ્વાસ્થ્ય માટે કોઈ વૈદ પાસે જાઓ છો અને મરવા નથી ચાહતા અને વૈદની મુલાકાત પછી સ્વસ્થ નજર આવો છો એ જ પ્રમાણે આધ્યાત્મિક (રૂહાની) વૈદ વિના તમારો આધ્યાત્મિક ઇલાજ કેવી રીતે પૂરો પડી શકે? અને આ ઇલાજ માટે તમે સંપૂર્ણ ઈમાનવાળા બુઝુર્ગો કેમ નથી લાવતા? તમે ચાલબાજી વડે કામ કેમ ચલાવો છો? તમે પોતાની કહેણી-કરણી વડે જહન્નમ તલબ કરો છો, ગુમરાહ પણ જહન્નમમાં જવા નથી માગતો ભલે જન્નત પ્રાપ્ત કરવા માટે ખોટો માર્ગ અપનાવે છે, તમે તો એના કરતાં પણ ખરાબ છો, તમારો જેવો દાવો છે એવું જ તમારું પરિણામ આવશે, તમને જહન્નમ પ્યારી છે જેવી રીતે કે તમે પોતાનાં કાર્યો વડે સાબિતી આપો છો બલ્કે તમે એના હકદાર થઈ ગયા છો.”
(ઈમાન દોમ,બયાન:૧૭/૧૮૩૭)



