ઇમામો પણ ખુદાના બંદા હતા
May 7, 2024રાફઝીઓનો સંગ છોડી દો
May 7, 2024હઝરત પીર મશાઇખ (રહ.)ને જે રાફઝીઓનો સામનો થયો હતો તેઓ ન કેવળ શરાબખોરી અને વ્યાજખોરીમાં સપડાયેલા હતા બલ્કે તેને હલાલ પણ માનતા હતા અને નમાઝ પઢતા નહોતા બલ્કે ફિદયામાં કંઈક આપી દેતા હતા આપ તેમની આલોચના કરતાં લખે છે:
“રાફઝી! હું તમને પૂછું છું આનો જવાબ તામારાથી માગુ છું, તમે જવાબ આપી શકવાના નથી અને મોઢું છુપાવતા ફરશો, મેં તમારા રસ્તા બંધ કરી દીધા છે અને તમે ખૂબ અપમાનિત થશો, નાનું બાળક પણ તમને જોઈને ગુસ્સે થાય છે (એટલા માટે કે તે તમારાં કરતૂતોને જાણે છે) અને પછી હાથનું કંગણ જોવા માટે દર્પણની જરૂરત નથી પડતી, ખેર, તમે શરાબ હલાલ સમજી ખુલ્લંખુલ્લા પીવો છો જોકે કુર્આનમાં તે હરામ કહેવાયો છે તો તમે તેને કેમ હલાલ સમજો છો અને તમે જેનાથી પણ સાંભળીને શીખી લો છો તેને કિતાબમાં લખી લો છો અને જો આ હલાલ છે તો પણ આ નશીલો છે તો હવે શો જવાબ છે? અને પછી તમે વ્યાજ પણ હલાલ સમજીને ખાઓ છો, ઠીક છે તમારી કિતાબોમાં શરાબ હલાલ છે એવું લખેલું છે પરંતુ વ્યાજ કોણ ખાતું હતું? જેનાથી પ્રોત્સાહન પામી તમે પણ આવું કામ કરો છો અને નમાઝ નથી પઢતા તેના ફિદયામાં કંઈક આપી દો છો અને આ પણ પોતાની કિતાબોમાં લખી રાખ્યું છે, જરા બતાવો તો આવાં કાર્યો કોણ કરતું હતું? જેનાથી શીખીને તમે પણ કરો છો.”
(ઈમાન દોમ,બયાન: ૧૯૮૦)



હઝરત પીર મશાઇખ (રહ.) એક બીજી જગ્યાએ રાફઝીઓને સંબોધતાં લખે છે:
“તમે બાળમૈથુન કરો છો, નમાઝ અને રોજાની ચિંતા નથી કરતા, શરાબ પીને હરામ કાર્યો કરો છો, આવાં આવાં ઊલટાં કામ કરો છો, શું હઝરત અલીએ ક્યારેય આવાં કામ કર્યાં છે? શું કોઈ જગ્યાએ આવું લખેલું જોયું છે? હઝરત અલી (ર.અ.)ના દોસ્ત થઈને આવાં ઊલટાં કામ કરો છો, જો તમે તેમના ઉપદેશોનું પાલન નથી કરતા તો એમની નારાજગીના હકદાર ઠેરશો કે આપે ફરમાવ્યું છે કે જે અબૂબક્ર અને ઉમર (ર.અ.)નો દુશ્મન છે એ મારો પણ દુશ્મન છે.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૧૫,શેર:૨૫-૩૦)

