ચારયારી ઈમાનની નિશાની
May 8, 2024ચાર ખુલફાનો મહિમાક્રમ
May 8, 2024હઝરત પીર મશાઇખરહના અકીદા મુજબ ચારયારી વિના તો ઇબાદત પણ માન્ય નથી આપ લખે છે:
“અલ્લાહના નબી (સ.અ.વ.)નું કથન કિતાબોમાં લખેલું છે કે અલ્લાહે ખુલફાએ રાશિદીનને તેમના બીજા સાથીઓ કરતાં શ્રેષ્ઠ બનાવ્યા છે જે અલ્લાહે મને આપ્યા છે એ મારા ચારયાર સર્વશ્રેષ્ઠ છે અને ફરમાવ્યું કે અલ્લાહ તઆલાએ નમાઝ, રોઝા, હજ અને જકાત ઈમાનવાળો પર ફરજ કર્યાં છે પરંતુ જે કોઈ ચારયારો પૈકી કોઈની સાથે દુશ્મની રાખશે અથવા તેમના પર ગુસ્સો કરશે તો તેનાં નમાઝ, રોઝા, હજ તથા જકાત કશું સ્વીકારવામાં આવશે નહીં અને કયામતના દિવસે જ્યારે તેને કબરમાંથી કાઢવામાં આવશે કે તરત જ તેને જહન્નમમાં નાખી દેવામાં આવશે.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૫/૯૩૬)


