ખિલાફતક્રમ
May 8, 2024હૌઝે કૌષરથી વંચિત
May 9, 2024અને જે આ બુઝુર્ગો સાથે દુશ્મની રાખે તે હઝરત પીર મશાઇખના કહ્યા મુજબ એવો ફિટકારને પાત્ર છે કે જેના પર અલ્લાહની મખલૂક ધિક્કાર પાઠવે છે, મેઅરાજની ઘટનાનું એક દૃશ્ય વર્ણવતાં લખે છે કે “ત્યાંની બધી મખલૂકની સ્થિતિ એવી છે કે આપણા નબીના ચાર ખલીફા અબૂબક્ર, ઉમર, ઉસ્માન અને અલી (ર.અ.) સાથે પ્રેમ કરનાર ચારયારી સુન્નીઓ માટે માફીની દુઆ કરે છે અને જે તેમની સાથે દુશ્મની કરે છે તો તે બધી મખલૂક તેમના માટે ધિક્કાર પાઠવે છે.”
(મેઅરાજનામા,બયાન:૧૪૪/૨૮૮,શેર: ૮-૧૩)


“આપ (સ.અ.વ.)ના દોસ્તો (ચાર ખુલફા) વિશે ત્રણ જમાતો બની (૧) ચારયારી સુન્ની જે મુસલમાન છે (૨) રાફઝી અને (૩) ખારજી, આ ત્રણ જમાતો છે જે અલ્લાહને એક માને છે અને રસૂલુલ્લાહ (સ.અ.વ.)ને સત્ય માને છે, બાકી કાફિર છે જે અલ્લાહને એક નથી માનતા અને રસૂલુલ્લાહ (સ.અ.વ.)ને નથી માનતા, સુન્ની મુસલમાન અથવા ચારયાર એ છે જે શેખૈન (અબૂબક્ર અને ઉમર ર.અ.)ને બુઝુર્ગ માને છે અને બંને દામાદ (ઉસ્માન અને અલી ર.અ.) સાથે પ્રેમ રાખે છે અને જે શેખૈન સાથે દુશ્મની રાખે છે અને એક દામાદ (અલી ર.અ.)ની ખૂબ પ્રશંસા કરે તે રાફઝી ફિટકારને પાત્ર છે, જે ધિક્કારભર્યાં કામ કરે છે અને જે દામાદો વિશે તુચ્છ વાણીનો ઉપયોગ કરે છે તે ધિક્કાર લાયક ખારજી છે જેને અલ્લાહની મખલૂક ધિક્કાર પાઠવે છે.”
(મેઅરાજનામા,બયાન:૧૪૫/૨૮૯)



