હઝરત અબૂબક્ર સિદ્દીક (ર.અ.)
May 9, 2024હઝરત અબૂબક્રની ખિલાફત અને તે વિશે હઝરત અલીનો દૃષ્ટિકોણ
May 9, 2024પછી હઝરત અબૂબક્ર (ર.અ.)ની ખિલાફત બિલા ફસ્લ (આપ (સ.અ.વ.) પછી તરત જ ખિલાફત) અને આપના અમુક સદ્ગુણોનો ઉલ્લેખ કરતાં હઝરત પીર મશાઇખ (રહ.) લખે છે:
“સૌપ્રથમ ખિલાફત હઝરત અબૂબક્ર (ર.અ.)ની છે આ જ અહલે સુન્નત વલજમાતનો મજહબ છે, બસ આટલું જાણી લો કે હઝરત અબૂબક્ર (ર.અ.)ની ખિલાફત હદીષથી સિદ્ધ થાય છે.”
“ખેર, જ્યારે અલ્લાહના નબી (સ.અ.વ.) મનુષ્ય-લોકથી ખુદાઈ-લોક તરફ રવાના થયા અને વફાતનો જામ પીધો અને મોમિનોને કરાર નહોતો ત્યારે મહાન સહાબા ભેગા થયા અને મસલત કરી ત્યારે અનસાર અને મુહાજિરીન બધા સરદાર એ વાત પર સહમત થઈ ગયા કે અબૂબક્ર સૌથી મહાન બુઝુર્ગ સહાબી છે.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૧૬/૯૪૪)



“હઝરત અબૂબક્ર (ર.અ.) સાદિક (સાચા) હોવાને કારણે સિદ્દીક કહેવાતા હતા, આપે બધાં કામ ઇસ્લામ અનુસાર કર્યાં અને સૌપ્રથમ આપ જ સિદ્દીક કહેવાયા, નબીઓ પછી બધા મનુષ્યોમાં સર્વશ્રેષ્ઠ હતા, હઝરત અબૂબક્ર (ર.અ.)ને યારે ગાર (ગુફાના સાથી) હોવાનો શ્રેય પણ પ્રાપ્ત છે અને પ્રેમ સાથે આપની ખિદમત માટે ગારે સૌરમાં ગયા હતા તેમનામાં બીજી પણ ખૂબીઓ હતી ટૂંકમાં એ કે હઝરત અબૂબક્ર (ર.અ.) સ્વભાવે ભલા માણસ હતા તો સિદ્દીકે અકબર (ર.અ.) ઘણી ખૂબીઓના માલિક હતા જેમને સહાબા હૃદયપૂર્વક સ્વીકારતા હતા એ જ કારણસર તેમણે હઝરત અબૂબક્ર (ર.અ.)ને આગળ કર્યા અને ખિલાફતની જવાબદારી સોંપી અને તેમની તાબેદારી સ્વીકારી.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૧૭/૯૪૫)



