હઝરત અબૂબક્ર (ર.અ.)ની ખિલાફત તથા સદ્ગુણ
May 9, 2024હઝરત અબૂબક્ર (ર.અ.) સૌપ્રથમ જન્નતમાં પ્રવેશ કરશે
May 9, 2024અને સહાબા કિરામે પણ હઝરત અબૂબક્ર (ર.અ.)ની ખિલાફત વિના મતભેદે સ્વીકારી લીધી હતી કેમ કે તે લોકો આપના પદ અને બુઝુર્ગીથી વાકેફ હતા તો હઝરત અલી (ર.અ.) જેવા સાચા અને નિષ્ઠાવાન સહાબી અને સમકાલીન પરિસ્થિતિથી વાકેફ વ્યક્તિ કેવી રીતે વિરોધ કરી શકે છે, આ જ કારણે જ્યારે હઝરત અબૂબક્ર (ર.અ.)ની ખિલાફત નક્કી થઈ ત્યારે હઝરત અલી (ર.અ.)ની જે પ્રતિક્રિયા હતી, હઝરત પીર મશાઇખ (રહ.) તે ઘટનાની થોડી વિગત લખે છે:
“હઝરત અબૂબક્ર (ર.અ.)ની ખિલાફતની દલીલ એ છે કે જ્યારે અલ્લાહના નબી (સ.અ.વ.) બીમારીના કારણે પોતાના ઘરમાંથી બહાર ન આવી શક્યા ત્યારે આપ (સ.અ.વ.)એ હઝરત અબૂબક્ર (ર.અ.)ને ઇમામતનો આદેશ આપ્યો.”
“અને જ્યારે અલ્લાહના નબી (સ.અ.વ.)એ આ દુનિયાથી વિદાય લીધી ત્યારે હઝરત અલી (ર.અ.)ને દૂરદર્શિતાભર્યો વિચાર આવ્યો કે નબીએ કરીમ (સ.અ.વ.)એ હઝરત અબૂબક્ર (ર.અ.)ને ઇમામત માટે આગળ કર્યા, આ જોઈને હઝરત અલી (ર.અ.) દિલથી રાજી થઈ ગયા અને તેમના વિશે અન્ય કોઈ વિચાર ન કર્યો અને હઝરત અલી (ર.અ.)એ કહ્યું કે અબૂબક્રની ખિલાફતથી મારું દિલ રાજી છે અને તેમનો હુકમ મંજૂર છે કેમ કે જ્યારે દીનની બાબતે અલ્લાહના નબી (સ.અ.વ.) અબૂબક્રથી રાજી થઈ ગયા તો હું પણ આપથી ખુશ છું.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૧૯/૯૪૬)



“જ્યારે હઝરત અબૂબક્ર (ર.અ.)ની બૈઅત થવા લાગી ત્યારે હઝરત અલી (ર.અ.)એ બહાર આવીને કહ્યું કે કોણ છે હઝરત અબૂબક્ર (ર.અ.)થી રાજી ન હોય અને બૈઅત કબૂલ ન કરતો હોય? હઝરત અબૂબક્ર (ર.અ.)નો મહિમા ઘણી હદીષોમાં વર્ણવેલ છે જે ગુપ્ત નથી અને હદીષમાં એવી દલીલ મળે છે જેના વડે તેમની ખિલાફત સિદ્ધ થાય છે તો બધાએ આ વાત કબૂલ કરી અને હઝરત અબૂબક્ર (ર.અ.)ને ખલીફા સ્વીકારી લીધા અને અલી મુર્તઝા (ર.અ.) તેમજ અન્ય મહાન સહાબાએ હઝરત અબૂબક્ર (ર.અ.)ના હાથ પર બૈઅત લીધી.”
“એ રાફઝી! તારા માટે હવે બોલવાની કોઈ ગુંજાઇશ નથી, શ્રેષ્ઠ છે કે તું રાફઝીવાળાં કાર્યો છોડી દે અને તોબા કરીને ચારયારી બની જા.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૨૦/૯૪૭)



