અબૂબક્ર સાથે પ્રેમ છે તો પુલસિરાત પાર કરી શકીશું
May 10, 2024અલી સાથે પ્રેમ છે તો અબૂબક્રની ખિલાફત પણ સ્વીકાર્ય હોવી જોઈએ
May 10, 2024“હઝરત અલી મુર્તઝા (ર.અ.) રિવાયત કરે છે કે હુઝૂરે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે અલ્લાહ તઆલા કયામતના દિવસે ફરિશ્તોને સિંહાસન (આસન) સ્થાપવાનો આદેશ આપશે તો ફરિશ્તા મોતી, સોના અને ચાંદીના એક એક સિંહાસન સ્થાપશે અને હઝરત અબૂબક્ર (ર.અ.)ને કહેવામાં આવશે કે આપ વચ્ચેના સિંહાસન પર બેસો અને બે ફરિશ્તોને બાજુવાળાં બે સિંહાસનો પર બેસવાનો આદેશ આપવામાં આવશે, પછી જમણી બાજુવાળો ફરિશ્તો ઊભો થઈને ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધીને કહેશે કે જે મને ઓળખે છે તેઓ મને મારા નામથી જાણે છે અને જે મને નથી ઓળખતા તેઓ જાણી લે કે મારું નામ રિઝવાન છે અને અલ્લાહ તઆલાએ મને આદેશ આપ્યો છે કે જન્નતની ચાવી નબીએ કરીમ (સ.અ.વ.)ને આપું અને નબીએ કરીમ (સ.અ.વ.)એ મને આદેશ આપ્યો છે કે હું તે ચાવી અબૂબક્રને આપું અને અબૂબક્રને કહ્યું છે કે જે આપનો દોસ્ત હોય તેને જન્નતમાં જવા દો અને પોતાના દુશ્મનને મત જવા દો.” (ખુલફાએ રાશિદીન,બયાન:૩૧/૯૫૫)



“એ રાફઝીઓ! તમે હઝરત સિદ્દીકના દુશ્મન છો, આ તમને શું સૂઝયું છે? જો તમે હઝરત અલીના દોસ્ત છો તો એમના કથનને કેમ કબૂલ કરતા નથી? જુઓ, (હઝરત અલીની રિવાયત મુજબ) અબૂબક્ર જન્નતમાં પ્રવેશશે અને પોતાના દોસ્તોને જ જન્નતમાં પ્રવેશવાની અનુમતિ આપશે અને દુશ્મનને પ્રવેશવાની અનુમતિ નહીં આપે અને જન્નત સિવાય કોઈ બીજી જગ્યા નથી, ત્યાં તો બીજી જગ્યા જહન્નમ છે જે જન્નતમાં નહીં જઈ શકશે એ જહન્નમી ઠેરશે.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૩૨,શેર:૧-૯)

“પછી ડાબી બાજુવાળો ફરિશ્તો ઊભો થઈને ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધીને કહેશે કે જે મને ઓળખે છે તેઓ મને મારા નામથી જાણે છે અને જે મને નથી ઓળખતા તેઓ જાણી લે કે મારું નામ માલિક છે (જહન્નમનો દ્વારપાળ છે) મેં જહન્નમની ચાવી નબીએ કરીમ (સ.અ.વ.)ને સોંપી હતી તો આપે મને આદેશ આપ્યો કે આ ચાવી અબૂબક્રને સોંપી દો અને કહો કે જે આપના દુશ્મન છે તેમને જહન્નમમાં મોકલી દો અને તેમના પર ખુદા વાસ્તે નારાજગી વ્યક્ત કરો અને તેમાં પોતાના દોસ્તોને મોકલશો નહીં કેમ કે જહન્નમની ગરમી બહુ સખત છે ત્યાર પછી માલિક ત્રણ વખત કહેશે કે લોકો! ગવાહ રહેજો કે મેં તમને આ ખબર પહોંચાડી દીધી છે.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૩૩/૯૫૬)


“એ રાફઝીઓ! જુઓ, જે હઝરત અબૂબક્ર (ર.અ.)ના દુશ્મન છે આપ તેમને જહન્નમમાં મોકલશે, આ હઝરત અલીની ગવાહી છે અને તમને તો એમની સાથે પ્રેમનો દાવો છે પરંતુ તેમની વાતો કબૂલ કરતા નથી, પ્રેમીઓની આ રીત નથી, શું તમે યહૂદી અને ખ્રિસ્તી છો? તમારાં દિલ કેવાં છે? આ તો મોમિનની રીત નથી.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૩૪)



