નિકાહે મુઅક્કત (ચોક્કસ સમયગાળા માટેના નિકાહ) અવૈધ છે
April 1, 2024હઝરત પીર મશાઇખ (રહ.)ના સંબોધ્ય (મુખાતબ)
April 1, 2024મોમિન કોમે લગભગ આઠમી સદી હિજરીમાં હઝરત સૈયદ કબીરુદ્દીનના હાથ પર ઇસ્લામ અંગીકાર કર્યો હતો, આ મોમિન કોમમાં ઇસ્લામના પ્રચારનો આરંભ હતો, પછી હઝરત સૈયદ કબીરુદ્દીનના વંશજો તેમજ આપના ખાનદાનમાં પેદા થનાર ઇસ્લામ-પ્રચારકો વડે આ કોમમાં ઇસ્લામનો પ્રચાર-પ્રસાર થતો રહ્યો જેમ કે અગાઉ વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો.
પરંતુ તેમાં સુધારણાનું કામ જે પ્રમાણે થવું જોઈએ એ પ્રમાણે ન થઈ શક્યું, તેનું કારણ એવું સમજાય છે કે સાચા ઇસ્લામ-પ્રચારકોને તેનો સમય જ મળ્યો નહતો અને તેમના વંશજોમાં એ કાબેલિયત જ નહતી કે તેઓ અજ્ઞાનતામાં ભટકતી કોમની રાહબરી કરી શકે અને આ ખાનદાનના અમુક બુઝુર્ગોએ તેનો પ્રયત્ન પણ કર્યો હતો પરંતુ કોમે તેનો સ્વીકાર કર્યો નહીં જેમ કે સૈયદ પીર મશાઇખના એક પૂર્વજ હઝરત સૈયદ મશાઇખના અહેવાલમાં વર્ણન કરવામાં આવ્યું છે.
અને એક કારણ આ પણ હતું કે સુધારણાના તમામ પ્રયાસો અલ્પકાલીન હતા માટે આ બુઝુર્ગોની કોશિશો તેમના જીવન સુધી સીમિત રહી, તેમના કોઈ સાચા ઉત્તરાધિકારી રૂપે તેમજ લેખિત રૂપે તેમની પાસે કોઈ એવો સ્ત્રોત નહતો જેથી કોમમાં સુધારણાનું કામ થઈ શકે અને ભવિષ્યમાં તેમના જીવન માટે માર્ગદીપ નીવડી શકે, વળી પાછી કોમ હતી અજ્ઞાની માટે અન્ય સ્ત્રોતોથી ફાયદો ઉઠાવવો તેમના માટે મુશ્કેલ હતું.
પરિણામે કોમની આસ્થિક (એતેકાદી), અમલી અને નૈતિક કમજોરીનું નિવારણ તો દૂર બલ્કે નવ-મુસ્લિમો અને અજ્ઞાની લોકોને એવા પેટના પૂજારી અને લોભી પીર હાથ આવ્યા જેમણે પોતાના સ્વાર્થ માટે એટલું જ નહીં કે કોમમાં સુધારણાનો પ્રયાસ નહીં કર્યો બલ્કે તેમને વધારે ગુમરાહીમાં ધકેલતા રહ્યા.
જ્યારે હઝરત પીર મશાઇખની સાન વળી અને તેમણે આ ધાર્મિક પરિસ્થિતિની સમીક્ષા કરી તો સમજાયું કે કોમ તો ધાર્મિક રીતે બહુ ખરાબ હાલતમાં સપડાયેલી છે, તેથી આપે કોમની સુધારણા તેમજ ઇસ્લામના પ્રચાર-પ્રસાર માટે વાણી તથા કલમ દ્વારા પ્રયત્નો શરૂ કરી દીધા.
