હઝરત અલી સાથે પ્રેમનો દાવો ને રોઝા અને તરાવીહ વગેરે ઇબાદત
April 1, 2024નિકાહે મુઅક્કત (ચોક્કસ સમયગાળા માટેના નિકાહ) અવૈધ છે
April 1, 2024હઝરત પીર મશાઇખ (રહ.) તે જ નિકાહને દુરસ્ત માને છે જેમાં પતિ-પત્ની વચ્ચે ઈજાબોકબૂલ (પ્રસ્તાવ અને સ્વીકારનો મૌખિક કરાર) થયું હોય અને જે બે ગવાહો સમક્ષ થયો હોય, તે સિવાય નિકાહ દુરસ્ત થવા માટે આપ તે બધી શરતો જરૂરી ઠેરવે છે જે અહલે સુન્નત વલજમાતને ત્યાં જરૂરી છે, અને નિકાહ દુરસ્ત થવા માટે અહલે સુન્નત વલજમાતને ત્યાં જે ચીજો અવરોધ બને છે આપના મતે પણ તે ચીજો નિકાહ માટે અવરોધક છે, તે સિવાય નિકાહ બાબતે બીજી વિગતો પણ મળતી આવે છે, તેથી જ હઝરત પીર મશાઇખ (રહ.) નિકાહે મુત્આને પ્રતિબંધિત કહે છે, આપ લખે છે:
“નિકાહે મુત્આ પ્રતિબંધિત છે, હાશિયએ ચલપીમાં લખ્યું છે કે નિકાહે મુત્આ પ્રતિબંધિત છે અને તેની વ્યાખ્યા આ છે કે કોઈ પુરુષ સ્ત્રીને વિશેષ મુદ્દત અને માલ નક્કી કરીને કહે કે આટલા માલ બદલ આટલા સમય સુધી હું તારાથી ફાયદો ઉઠાવવા ઇચ્છું છું અને સ્ત્રી તેને સ્વીકારી લે, તો આ નિકાહે મુત્આ કહેવાય.”
(ઇબાદત દોમ,બયાન:૨૨૮૪,શેર:૧-૬)

