ચારેય ઇમામ સાચા મુજતહિદ છે
March 29, 2024મોજા પર મસહ
March 29, 2024આપે પોતાને હનફી મસ્લકના તાબેદાર જાહેર કર્યા છે જેમ કે લખે છે:
“ઇમામ આજમનો મજહબ મારો મસ્લક છે તેમની વાલિદાનું નામ બીબી હનીફા છે અને વાલિદાના નામથી દુનિયામાં જાણીતા થયા અબુ હનીફા ઇમામ આજમનું ઇલકાબ છે, અલ્લાહ તેમના પર રહમ ફરમાવે, એમણે ઇજ્તિહાદ (ઇસ્લામી ધારાશાસ્ત્રમાં વિચારણા કરી નવા આદેશ ગ્રહણ કરવા) કર્યો, હનફી મજહબ જે ઇમામ આજમનો મજહબ છે તેને ઘણા લોકો માને છે, આ મજહબ દુનિયામાં મશહૂર છે.”
(ઇબાદત અવ્વલ,બયાન:૫/૨૦૪૨,શેર:૧-૬)

નોંધ:- ઇમામ આજમ મિલ્લતે હનીફી તરફ નિસ્બત કરીને પોતાને અબુ હનીફા કહેતા હતા.
(અન્નોમાન: શિબલી નોમાની)
“મારો મજહબ હનફી છે, હે ધર્મ-ચોર! તું સમજી લે, જો, હું નમાઝ તેના સમયમાં અલગ અલગ અદા કરું છું (એક સાથે અદા નથી કરતો) આ તો બિલકુલ જાહેર છે, સહેજેય છુપું નથી, ઇમામ આજમે જે મજહબ બતાવ્યો છે મને તેની ફિકર છે, અમારા ઇમામે સત્ય મેળવ્યું છે, એમણે સાચો મજહબ બતાવ્યો છે, આવો અમારો વિશ્વાસ છે માટે અમે હનફી મજહબને માનીએ છીએ.”
(ઈમાન દોમ,બયાન:૧૯૫૩,શેર:૬-૧૧)

પછી હિંદુસ્તાન, માવરાઉન્નહર (મધ્ય એશિયાના આમૂ દરિયા પારનો વિસ્તાર જેમાં અત્યારે ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન અને દક્ષિણ પશ્ચિમ કઝાકિસ્તાન સામેલ છે) બદખ્શાન (અફઘાનિસ્તાનમાં એક રાજ્ય), તુર્કિસ્તાન અને રૂમ આ પાંચ દેશોને ગણાવતાં લખે છે જ્યાં હનફી મજહબ પ્રચલિત છે.
“આ પાંચ દેશોમાં બધા હનફી છે, જુઓ, આ હનફી મજહબની ખૂબી છે, અમારો મજહબ એવો છે જે ચોમેર જાણીતો છે, અલ્લાહનો ઉપકાર માનવો જોઈએ કે આવો સાચો માર્ગ અર્પણ કર્યો.”
(ઇબાદત અવ્વલ,બયાન:૬/૨૦૪૩,શેર:૨૨-૨૫)

હઝરત પીર મશાઇખ (રહ.) પોતાના મુરીદોને પણ હનફી મજહબ સ્વીકારવાનું આમંત્રણ આપે છે, આ દેશમાં બીજા મસ્લકના વિદ્વાનો ન હોવાના કારણે આ દેશવાસીઓ માટે હનફી મસ્લક વધારે ઉચિત અને સરળ છે. વળી આપના સંબોધિત લોકો શીયા અને સતપંથી વગેરે હતા, માટે આનો સ્પષ્ટ મતલબ એ છે કે તમે હનફી મજહબ સ્વીકારો, શીયા અને સતપંથી વગેરે ન બનો, ખેર, હઝરત પીર મશાઇખ (રહ.) લખે છે:
“હે ઈમાનવાળો! હનફી બની જાઓ, અને આ મજહબમાં ઇબાદતની જે રીત બતાવી છે એ પ્રમાણે ઇબાદત કરો અને આ પ્રેમ હૃદયમાં ઉત્પન્ન કરો.”
(ઇબાદત.અવ્વલ,બયાન:૭/૨૦૪૪,શેર:૨૫)

તેથી આપે પોતાના દીવાનમાં જે મસાઇલ વર્ણવ્યા છે તે હનફી મસ્લક મુજબ છે, અતઃ વુઝૂની જે રીત બતાવી છે તે નીચે મુજબ છે.
“સૌપ્રથમ વુઝૂનું બયાન સાંભળો, વુઝૂના ફરજ આ પ્રમાણે છે કે માથાના વાળની જડોથી લઈને ઠોડી (હડપચી) સુધી અને બંને કાનબૂટોના વચ્ચેનો ભાગ ધોવો, આ ચારેય હદોના અંદરનો ભાગ ધોવો જરૂરી છે, તે પછી કોણીઓ સુધી હાથ ધોવા, કોણીઓ પણ ધોવાના હુકમમાં સામેલ છે, ત્યાર પછી બંને પગ ઘૂંટીઓ સુધી ધોવા, ધોવાના હુકમમાં ઘૂંટીઓ પણ સામેલ છે અને માથાના ચોથા ભાગ પર મસહ કરવો, મસહની શરૂઆત કપાળ બાજુથી કરો, ત્યાર પછી પગ ધોવા, પરંતુ પહેલાં પગ ધોવાનો ઉલ્લેખ કર્યો છે પછી માથા પર મસહ કરવાનો ઉલ્લેખ કર્યો છે જેથી ધોવામાં આવતા અંગોનો ઉલ્લેખ એક સાથે થઈ જાય, ફરી પાછા પગ ધોવામાં નહીં આવે.”
(ઇબાદતઅવ્વલ,બયાન:૯/૨૦૪૬,શેર:૧/૧૩)

