રહેઠાણ
March 29, 2024પીર મશાઇખ (રહ.)ની ખિલાફતનો સિલસિલો
March 29, 2024હઝરત પીર મશાઇખે એ ઉલ્લેખ તો નથી કર્યો કે આપે અમદાવાદમાં રહીને સૂફીવાદનો પંથ અપનાવ્યો હતો પરંતુ તે સમયે અમદાવાદ મશાઇખ અને વિદ્વાનોનું કેન્દ્ર હતું અને આપનું કાયમી રહેવાનું પણ અમદાવાદમાં જ હતું અને આપનું વતન સૂફીવાદમાં શૂન્ય જેવું હતું જેમ કે તે સમયે મોમિન કોમની હાલતથી જણાય છે, માટે તર્કસંગત બલ્કે ચોક્કસ વાત એ છે કે આપે અમદાવાદમાં જ સૂફીવાદની તાલીમ અને ખિલાફત પ્રાપ્ત કરી હતી, હઝરત પીર મશાઇખ ખિલાફત પ્રાપ્તિ વિશે લખે છે:
“એક ઈશ્વરભક્ત શેખજાદો મળ્યા, તેમણે ચિશ્તી સિલસિલામાં ખિલાફત મેળવી હતી અને મેં તેમનામાં ખિલાફતની બધી નિશાનીઓ જોઈ તો મેં તેમનાથી (બૈઅત થઈને) વિનંતી કરી તો એમણે બહુ પ્યારથી ખિલાફત આપી દીધી, એમણે શેખ તાજુસ્સાલેહથી ખિલાફત પ્રાપ્ત કરી હતી, શેખજાદો તેમની બહુ પ્રશંસા કરતા હતા, તેઓ મૂળરીતે પરદેસી હતા થોડા દિવસો માટે ગુજરાત આવેલા હતા.”
(મકતૂલનામા દોમ, બયાન:-૨૯૫)

